87મા એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે SWAC દ્વારા સાઇકલ યાત્રાનું આયોજન

આ સાયકલ રેલીમાં એરફોર્સના પરિવારના ૫૬ જેટલા સભ્યો જોડાયાં છે અને આ તમામને એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆ દ્વારા ફલેગીંગ-ઇન કરી પ્રોત્સાહિત કરાશે.

87મા એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે SWAC દ્વારા સાઇકલ યાત્રાનું આયોજન

અપર્ણ કાયદાવાલા, અમદાવાદ: 08 ઓક્ટોબર, 2019નાં રોજ 87માં એર ફોર્સ દિવસની ઉજવણી કરવા અને આદરણીય પ્રધાનમંત્રીનાં ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’નાં સંદેશને ફેલાવવા ગાંધીનગરનાં સ્વાક મુખ્યાલયમાંથી એક સાયકલિંગ અભિયાનને લીલી ઝંડી આપવામાં આવી હતી, જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી અભિયાન હાથ ધરશે. ટીમને 07 ઓક્ટોબર, 2019નાં રોજ ગાંધીનગરમાં સ્વાકનાં મુખ્યલયથી વહેલી સવારે લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ટીમ 08 ઓક્ટોબર, 2019નાં રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે.

આ ટીમમાં સ્વાકનાં કાર્યક્ષેત્રમાં સામેલ વિવિધ એર બેઝમાંથી આશરે 55 અધિકારીઓ સામેલ હતાં. આ ટીમનું નેતૃત્વ એર માર્શલ બી. આર. ક્રિષ્ના, સીનિયર એર સ્ટાફ ઓફિસર, સ્વાક મુખ્યાલય કરી રહ્યાં છે. ટીમમાં 25 થી 57 વર્ષની વિવિધ વયજૂથનાં એર વોરિયર્સ, વિમેન ઓફિસર્સ અને ટીમનાં પરિવારનાં સભ્યો સામેલ છે. ભારતીય વાયુદળ (આઇએએફ) વિવિધ સ્તરે એનાં અધિકારી માટે એડવેન્ચર એક્ટિવિટીને પ્રોત્સાહન આપે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. એડવેન્ચર એક્ટિવિટીઓ દ્વારા આઇએએફએ કામરેડિયરની ગુણવત્તા, ટીમનો જુસ્સો અને સાહસ દર્શાવશે તથા અન્ય લોકોને પ્રેરિત કરે છે, જે લડાયક દળનો પાયો છે.

આજે ૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને મંગળવારના રોજ એરફોર્સ વાયુસેના દિવસની  ઉજવણી નિમિત્તે ગાંધીનગરથી નીકળેલી સાયકલ રેલી સાંજે ૪:૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચશે. સાયકલ રેલીમાં ભાગ લેનારાઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાગત-અભિવાદન કરાશે. આ પ્રસંગે એરફોર્સના સેરીમોનીયલ બેન્ડ તેની મધુર સુરાવલીઓ સાથે દેશભક્તિના ગીતોની ધુન ગુંજવશે. આ સાયકલ રેલીમાં એરફોર્સના પરિવારના ૫૬ જેટલા સભ્યો જોડાયાં છે અને આ તમામને એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆ દ્વારા ફલેગીંગ-ઇન કરી પ્રોત્સાહિત કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news