CM રૂપાણીએ કર્યાં સુરતના મહિલા તબીબના ઓનલાઈન વેડિંગના વખાણ
Trending Photos
- આ લગ્ન પ્રસંગમાં મહિલા તબીબના માત્ર ઘરના જ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે અન્ય મેહમાનોએ મહેંદીથી લઈને વિદાય સુધીનો પ્રસંગ ઓનલાઈન નીહાળ્યો હતો.
ચેતન પટેલ/સુરત :દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેના લગ્ન ધામધૂમથી થાય તેના પરિવારજનો, મિત્રો લગ્નમાં હાજરી આપે અને ધામધૂમ પૂર્વક લગ્ન કરે. પરંતુ કોરોનાના કારણે દરેક લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે અને લગ્ન પ્રસંગ પણ અનોખી રીતે થઇ રહ્યા છે અને આવા જ એક અનોખા લગ્ન સુરતમાં મહિલા તબીબના થયા છે. આ લગ્ન પ્રસંગમાં મહિલા તબીબના માત્ર ઘરના જ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે અન્ય મેહમાનોએ મહેંદીથી લઈને વિદાય સુધીનો પ્રસંગ ઓનલાઈન નીહાળ્યો હતો.
આ પણ વાંચો : CR પાટીલ પછી CM રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ, જો વોર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તો શું આવશે પરિણામ?
દરેક યુવક-યુવતી સપનું હોય છે કે તેના લગ્ન પ્રસંગ ધામધૂમથી થાય. તેના લગ્ન પ્રસંગમાં તેના પરિવારજનો, મિત્રો, હાજર રહે અને સૌ સાથે મળી ધામધૂમ પૂર્વક લગ્નને માણે. પરંતુ કોરોનાએ સૌ કોઈ વ્યક્તિની જીવનશૈલીને બદલી નાંખી છે. કોરોનાએ આપણા જ પરિવારજનોને આપણાથી બે ગજ દૂર કરી દીધા છે. પરંતુ ટેકનોલોજીના કારણે તેઓ દૂર હોવા છતાં પણ દૂર નથી. આવું જ કાંઇક બન્યું છે સુરતમાં.. વાત કરીએ તો સુરતમાં રહેતા ડો.નેહા પોખરણાના લગ્ન મુંબઈ ખાતે રહેતા ડો. પ્રબોધ ગર્ગ સાથે થયા છે. પરંતુ કોરોનાની સ્થિતિને લઈને તેમજ સરકારની ગાઈડલાઈનને લઈને તેઓ લગ્ન ધામધૂમ પૂર્વક ઉજવી શકે તેમ ન હતા. તેમજ કોરોના વોરિયર્સ હોવાના લીધે તેઓને લોકોના સ્વસ્થની પણ ચિંતા સૌથી પહેલા કરી છે. જેથી તેઓએ એક અલગ જ રીતે લગ્ન પ્રસંગ ઉજવવાનું નક્કી કર્યું હતું.
ડો.નેહા પોખરણાએ આ સમગ્ર પ્રસંગ ઓનલાઈન યોજવાનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ લગ્નની કંકોત્રી પણ ડિજીટલ રીતે બનાવી હતી. આ લગ્ન કંકોત્રીમાં પણ સૌ વ્યક્તિને આમંત્રણ પણ ડિજીટલ રીતે આપ્યું હતું. પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે, લગ્ન કંકોત્રીના આમંત્રણમાં એક યુટ્યુબની લિંક આપવામાં આવી હતી. આ લિંક પર ક્લિક કરવાથી તેઓ ડો.નેહા અને ડો. પ્રબોધ ગર્ગના લગ્ન ઓનલાઈન નીહાળી શકાશે. ડો.નેહાના માતા- પિતા પણ ડોક્ટર છે અને શ્રીમંત પરિવારથી આવે છે. જેથી તેઓ ચાહે તો લગ્ન પણ ધામધૂમથી કરી શક્તા હતા. પરંતુ તેઓએ લોકોના સ્વાસ્થની ચિંતાને ખાસ મહત્વ આપ્યું હતું અને સમગ્ર લગ્ન પ્રસંગ ઓનલાઈન યોજ્યા હતા. તેઓના આ લગ્નમાં માત્ર 50 જ લોકો હાજર રહેશે. જેમાં 25 લોકો છોકરા પક્ષના, જયારે 25 લોકો છોકરી પક્ષના રહેશે. જ્યારે મહેંદી રસમથી લઈને વિદાય સુધીના પ્રસંગો તેમના પરિવારજનો, મિત્રો ઓનલાઈન નિહાળી આ નવદંપતીને આશીર્વાદ આપશે.
આ પણ વાંચો : રાજકોટમાં સિંહના આંટાફેરા, video વાયરલ થતા ગભરાયા લોકો
ડો. નેહાના લગ્નની ડિજીટલ કંકોત્રી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મોકલવામાં આવી હતી. જેમાં ડો.નેહાના આ આઈડિયાને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યો છે. મુખ્યમંત્રીએ તેઓના આ આઈડિયાને લઈને તેઓને લેખિતમાં અભિનદન આપ્યા હતા. તેમજ પ્રભુતામાં પગલા પાડવા જઈ રહેલા નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને લઈને દરેક લોકોની જીવન શૈલી પર અસર પડી છે. હવે બે ગજની દૂરીમાં જ સૌની ભલાઈ છે. ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ આ તબીબ દંપતીએ ટેકનોલોજીના માધ્યમથી અનોખા લગ્ન કરી સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સાથે જ લોકોને કોરોનાને હળવાશમાં ન લેવા અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે