વલસાડ જિલ્લો વાવાઝોડાને લઈ હાઈએલર્ટ પર, કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતર કરાશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો વલસાડ જિલ્લો વાવાઝોડાને લઈ હાઈએલર્ટ પર છે. જે વાતને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.

વલસાડ જિલ્લો વાવાઝોડાને લઈ હાઈએલર્ટ પર, કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતર કરાશે

વલસાડ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો વલસાડ જિલ્લો વાવાઝોડાને લઈ હાઈએલર્ટ પર છે. જે વાતને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશનના કારણે દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે કે,અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશન જે વાવાઝોડામાં પરિવર્તિત થઈને ગુજરાતના દરિયા કિનાર વિસ્તારમાં ટકરાઈ શકે છે ત્યારે સાવચેતીના ભાગરૂપે વાવાઝોડાની ભીતિ ને ધ્યાનમાં રાખી હાલ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના કાંઠા વિસ્તારના 35 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

જેમાં વલસાડ તાલુકાના ૧૮, પારડી તાલુકાના ૪ અને ઉમરગામના ૧૩ ગામો નો સમાવેશ થાય છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારોમાં જઇ સ્થાનિકો સાથે ચર્ચા શરૂ કરી છે. અને સ્થળાંતર ની જરૂર ઉભી થાય તો ત્યાર માટેના એક્શન પ્લાન તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

જેમા ખાસ કરીને કાંઠા વિસ્તારના એલર્ટ ગામોમાં આવેલા કાચા મકાનમાં રહેતા તમામ લોકોને આવતી કાલ સાંજ સુધીમાં સ્થળાંતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જે માટે કાંઠા વિસ્તારના ગામોના સરપંચોને એકઠા કરાયા હતા. તો એક ટુકડી એનડીઆરએફની પણ સાંજ સુધીમાં વલસાડ પહોંચી જશે. આમ વાવાઝોડાને પહોંચી વળવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news