સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર વેવાઈ વેવાણ ફરી ભાગી ગયા


જાન્યુઆરી મહિનામાં વેવાઈ વેવાણ 16 દિવસ સુધી ગાયબ રહ્યાં હતા. 
 

સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર વેવાઈ વેવાણ ફરી ભાગી ગયા

સુરતઃ પાછલા મહિને સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર વેવાઈ વેવાણ ફરી એકવાર ભાગી ગયા છે. માહિતી મળી છે કે ગઈકાલે (29 ફેબ્રુઆરી) બંન્ને ફરી ભાગી ગયા અને બંન્નેએ નવેસરથી સંસાર માંડ્યો છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં બંન્ને વેવાઈ વેવાણ ભાગી ગયા હતા. ત્યારબાદ બંન્ને 16 દિવસ ઉજ્જૈન રહ્યાં હતા. 

શું છે સમગ્ર મામલો
કતારગામમાં રહેતા વેવાઈ નવસારીમાં સાસરીયે રહેતા વેવાણની સાથે ભાગી ગયા હતા. જ્યારે બંન્ને પાછા ફર્યા તો સ્થિતિ અલગ થઈ ગઈ હતી. વેવાણને પતિએ સાથે રાખવાની ના પાડી ત્યારબાદ વેવાણ પોતાના પિયરમાં રહેતા હતા. પરંતુ આ સમગ્ર ઘટના બાદ પણ બંન્ને સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આમ થવાથી સમાજમાં જે બદનામી થાય તેથી લોકોએ તેમને સમજાવ્યા હતા. ઉજ્જૈનથી પરત ફર્યાના 34 દિવસ બાદ બંન્ને ફરી ભાગી ગયા છે. 

આ પહેલા 16 દિવસ સુધી રહ્યાં હતા ગાયબ
જાન્યુઆરી મહિનામાં વેવાઈ વેવાણ 16 દિવસ સુધી ગાયબ રહ્યાં હતા. 25 વર્ષ અગાઉના પ્રેમમાં દીકરા દીકરીના લગ્ન નક્કી થયા બાદ તૂટવાની અણીએ આવતા અને સમાજની બદનામીના ડરે બંન્ને ભાગીગયા હતા. ત્યારબાદ બંન્ને પરત આવ્યા અને પોલીસને જણાવ્યું કે, હંન્ને ઉજ્જૈનના ગેસ્ટહાઉસમાં રહ્યાં હતા. હવે ફરી બંન્ને ભાગીજતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

દારૂ રાસ વીડિયો વાયરલ થયા બાદ મુન્દ્રા પોલીસ હરકતમાં આવી, 6 સામે ફરિયાદ નોંધાઈ

શું હતો સમગ્ર મામલો
નવસારીના વિજલપોર શહેરની વેવણ અને સુરતના વેવાઈ બંનેની પ્રેમ કહાની એટલી ગાજી કે બંન્ને પરણિત હોવા છતાં પ્રેમમાં પાગલ થઈ ગયા. અને પાગલ એવા થાય કે પોતાની સૂઝબુઝ ખોઈને ન કરવાનું કામ કરી બેઠા. નવા નવા પ્રેમીઓ ઘર છોડીને જતા રહે તેવી રીતે આ પ્રેમીપંખીડા વેવણ અને વેવાઈ પોતાના પતિ પત્ની અને બાળકોની જવાબદારી ભૂલીને ભાગી ગયા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા મુજબ, વેવાઈ અને વેવાણ માત્ર 70 હજાર રૂપિયા લઈને ભાગી ગયા હતા. એક નવી દુનિયામાં નવો અધ્યાય શરૂ કરવા ગયા હતા, પરંતુ સમય જતાં વેવણ અને વેવાઈની કઈ સમજૂતી થઈ હશે અને જાણે ફરી હોંશમાં આવ્યા હોય એમ વેવણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનને આવીને પોતાના પતિને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તો બીજી તરફ, ગામમાં પત્નીને કારણે બદનામ થયેલા પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી હતી. પત્નીના કારણે સમાજ અને સોશિયલ મીડિયામાં નીચું જોવાનો વારો આવ્યો હતો. તો સાથે જ પોતાની દીકરીના લગ્ન પણ તૂટી ગયા હતા. આખરે પતિએ પત્ની સાથે ન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અંતે પતિએ પોતાની ઈચ્છા જણાવી દેતા વેવાણના સુરત ખાતે રહેતા પિતાને બોલાવવામાં આવ્યા હતા. સમાજની અને પોતાની ઈજ્જતની પરવા કર્યા વિના પિતા પોતાની પુત્રીને લઈને જતા રહ્યા હતા તેવું નવસારી જિલ્લાના પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news