સુરત: RTO રજીસ્ટ્રેશનનું મહા કૌભાંડ, નકલી સિક્કાને આધારે આચર્યું કરોડોનું કૌભાંડ

RTO ના દંડની બોગસ રસીદ બનાવવાનું કૌભાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. આ વખતે મનપાના નકલી સિક્કા મારી રજીસ્ટ્રેશન પહેલા ભરવામાં આવતો રોડ ટેક્સની ચોરીનું કૌભાંડ બહાર આવ્યુ છે. જો કે આ કૌભાંડમાં અધિકારીઓ સાથે એજન્ટોની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે છેલ્લાએક વર્ષથી મનપાએ કરોડો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. જો કે એક અધિકારીની સિક્કા પર નજર પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે તપાસ ચાલુ થઇ છે જેમાં અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. 

સુરત: RTO રજીસ્ટ્રેશનનું મહા કૌભાંડ, નકલી સિક્કાને આધારે આચર્યું કરોડોનું કૌભાંડ

સુરત : RTO ના દંડની બોગસ રસીદ બનાવવાનું કૌભાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. આ વખતે મનપાના નકલી સિક્કા મારી રજીસ્ટ્રેશન પહેલા ભરવામાં આવતો રોડ ટેક્સની ચોરીનું કૌભાંડ બહાર આવ્યુ છે. જો કે આ કૌભાંડમાં અધિકારીઓ સાથે એજન્ટોની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે છેલ્લાએક વર્ષથી મનપાએ કરોડો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. જો કે એક અધિકારીની સિક્કા પર નજર પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે તપાસ ચાલુ થઇ છે જેમાં અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. 

આ કૌભાંડમાં સૌથી મહત્વની બાબત છે કે, સુરત મનપાનો નકલી સિક્કો મારી લાખો રૂપિયાનો આજીવન રોડ ટેક્સ ભરાઇ ગયો હોવાનું સાબિત કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. નવી ખરીદીના વાહનોની કિંમત પર સરકારે નિયક કરેલો વાહનનો ટેક્સ ભરવો ન પડે તેથી વાહનના રજીસ્ટ્રેશન ફોર્મ પર ટેક્સ પેઇડનો નકલી સિક્કો મારી સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. 

જો કે હાલ GJ 05 RK 8520 નંબરનું વાહન પાલિકાનો ટેક્સ ભર્યા વગર આરટીઓમાં નોંધાઇ ગયું હોવાનું સામે આવતા અધિકારીને શંકા જતા તેમણે તપાસ કરી હતી. ત્યાર બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ વાહન પાલનપોર વિસ્તારનાં દીપક મરથક નામના વ્યક્તિનું હતું. કીયા ગાડી સોનેટ પાલિકાનો ટેક્સ ભર્યા વગર રજિસ્ટર્ડ થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news