SURAT: વાહન ચોરીમાં આખા સુરતને ગાંડુ કરનાર ચોરને પોલીસે ઝડપી લીધો
Trending Photos
તેજસ મોદી/સુરત : વાહનચોરીની ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે લોકોના લાખો રૂપિયાના વાહનો ચોરાઈ રહ્યા છે. સુરત શહેર પોલીસે બાઈક ચોરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. પુણાગામ સીતાનગર ચોક પાસેથી એક વાહનચોરને ક્રાઇમબ્રાંચે પકડી પાડી ચોરીની 20 પૈકી 19 બાઇકો 3.90 લાખની કબજે કરી છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, આરોપી વડલીગામથી બસમાં સુરત આવી રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
આરોપી સુભાષ ઉર્ફે સુભો કિશન વળવી રિક્ષામાં કે ચાલતો જઈ માર્કેટ અને હોસ્પિટલમાંથી બાઇકની ચોરી કરતો હતો. ચોરી કરવા તે મોઢા પર માસ્ક અને ટોપી પહેરીને આવતો હતો. છોકરાના ભણતર માટે રૂપિયાની જરૂર હોવાથી બાઇકોની ચોરી કરતો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેનો પૂર્વ ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2014 થી 2019 સુધીમાં તેને સુરત સહિત 15 પોલીસ સ્ટેશનોમાં વાહનચોરીના ગુનામાં પકડાય ચુક્યો છે. તેની એમો એવી હતી કે, જે બાઈકને સ્ટીયરીંગ લોક ન હોય તેવી બાઇકો રિંગરોડની માર્કેટો તેમજ સ્મીમેર હોસ્પિટલમાંથી ચોરી કરતો હતો.
પોલીસ સમક્ષ તેનેએ પણ કબૂલાત કરી છે કે, અત્યાર સુધીમાં વરાછામાંથી 10, પુણામાંથી 3, અડાજણમાંથી 3, અઠવા અને પાંડેસરામાં બબ્બે બાઇકોની ચોરી કરી હતી. ચોરીની એક બાઇક ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં કબજે કરી છે. સુભાષ ઉર્ફે સુભો કિશન વળવીના 3 સંતાનો છે. જેમાં બે પુત્રો અને એક પુત્રી છે. મોટો પુત્ર કીમમાં ડિપ્લોમા અભ્યાસ કરે છે. જેના ભણતર માટે રૂપિયાની જરૂર હતી. જેથી 8-10 મહિનાથી બાઇકોની ચોરી કરતો હતો. ચોરી કરેલી બાઇકો જ્યાં કોઈની અવરજવર ન હોય ત્યાં મુકી બાદમાં વેચવાનો પ્લાન હતો. જોકે તેને ખોટી રીતે રૂપિયા કમાવવાનો રસ્તો અપનાવ્યો હોવાથી તે હવે જેલના સળિયા ગણતો થઈ ગયો છે અને તેની આ ભૂલની સજા તેના બાળકોને ભોગવવી પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે