સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ! કેમ્પસમાં મોપેડ પર બેસીને આરામથી દારૂ પી રહ્યા હતા બે યુવકો
Surat Civil Hospital : સુરતની સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણનારા 2 આરોપીઓ સકંજામાં, અહેવાલ ઝી 24 કલાકમાં પ્રસારિત થતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ઝી 24 કલાક નાં અહેવાલની અસર જોવા મળી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે. અસામાજિક તત્વો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મેહફિલ માણી રહ્યા હતા.
સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ જામી છે. અસામાજિક તત્વો સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફિલ માણી રહ્યાં છે. ઝી 24 કલાકના કેમેરામાં દારૂ મહેફિલના દ્રશ્યો કેદ થયા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ અસામાજિક તત્વો દારૂની મહેફિલ રહ્યા હતા. ઝી 24 કલાકના કેમેરા જોઈ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. સાથે જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હોય છે. સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીની કામગીરી પર થયા પ્રશ્ન ઉભા છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં દારૂની મહેફિલ માણતા આરોપીઓને પકડી પાડ્યા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર જ જ્યાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ છે, ત્યાં વચ્ચે પોતાની મોપેડ પર બેસીને આરામથી દારૂની મહેફિલ માંડી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી ચૂકી છે. જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર નશા કરતા બે ઈસમો ઝી 24 કલાકનાં કેમેરા કેદ થયા છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હંમેશા ઘોર નિંદ્રામાં જોવા મળે છે. નવી સિવિલ હોસ્પિટલની અંદર દારૂની મેફીલ માંડી રહેલા બે આરોપીઓ અહેવાલ પ્રસારિત થતાં તંત્ર અને પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોતાની મોપેડ પર નંબર પ્લેટથી તેઓ ઓળખાઈ નહીં જાય આ માટે તેઓએ નંબર પ્લેટ પણ તોડી દીધું હતું.
ખટોદરા પોલીસે બાતમીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં મોપેડ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપી મોહંમદ કાદરી અને ઈસ્માઈલ હબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ એમવી એક્ટ 185 અને પ્રોહિબિશન ની કલમ 66 (1) બી મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી ઘટના પરિવાર પછી ન બને સિવિલ સિક્યુરિટી સતર્ક રહેવાની સૂચના આપવાની સાથે પોલિસ પેટ્રોલિંગ વધારવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે