ત્રણ વર્ષ જૂના રાજદ્રોહ કેસમાં સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની ધરપકડ

અમદાવાદમાં ઉપવાસ માટે આવેલા અલ્પેશ કથિરીયા હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
 

 ત્રણ વર્ષ જૂના રાજદ્રોહ કેસમાં સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની ધરપકડ

અમદાવાદઃ 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના અલ્પેશ કથિરીયાની ધરપકડ કરાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરાઈ છે. હાર્દિક પટેલના ઘરેથી નીકળતી વખતે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી લેવાઈ છે. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. આજે અમદાવાદમાં ઉપવાસ માટે આવેલા અલ્પેશ કથિરીયા હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

હાર્દિકને જામીન પર કરાયો મુક્ત
પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરાયેલા હાર્દિક પટેલ સહિતના 9 લોકોને જામીન પર છોડી મુકાયા છે. ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સહિતના નવ લોકોની ધરપકડ કરી હતી જો કે તમામનો જામીન પર છુટકારો થયો છે. હાર્દિક પટેલે ક્રાઈમ બ્રાંચમાંથી બહાર આવીને પોલીસ પર આરોપો લગાવ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું કે ઉપવાસ વખતે અમારી ગેરકાયદે રીતે પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં પીઆઈ ચાવડાએ અમારા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરીને મારી નાખવાની ધમકી પણ આપી છે. હાર્દિકે કહ્યું કે પીઆઈ ચાવડાના આ પ્રકારના વર્તન અંગે અમે  હાઈકોર્ટમાં જઈશું. સાથે જ પોલીસ ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો. હાર્દિકે કહ્યું કે ગમે તે થાય 25 ઓગસ્ટના દિવસે ઉપવાસ તો કરીને જ રહીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news