Budget 2023 : સુરતમાં મિલકત વેરામાં વધારો ઝીંકાયો, મનપાએ 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીનો હાઈએસ્ટ 2023-24નો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જુના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સુરત મનપાએ વેરામાં વધારો કર્યો છે. સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટ માં સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંક્યો છે. સુરતમાં પહેલા 10 રૂપિયા હતો, તે વધારી ને 14 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, સુરતમાં મિલકત વેરામાં વધારો ઝીંકાયો છે. 

Budget 2023 : સુરતમાં મિલકત વેરામાં વધારો ઝીંકાયો, મનપાએ 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

Gujarat Budget 2023 ચેતન પટેલ/સુરત : સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીનો હાઈએસ્ટ 2023-24નો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જુના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સુરત મનપાએ વેરામાં વધારો કર્યો છે. સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટ માં સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંક્યો છે. સુરતમાં પહેલા 10 રૂપિયા હતો, તે વધારી ને 14 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, સુરતમાં મિલકત વેરામાં વધારો ઝીંકાયો છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વેરો વધારવામાં આવ્યો છે. કુલ મળીને ડ્રાફ્ટ બજેટમાં 307 કરોડ જેટલો વેરો સુરતી ઉપર ઝીંકવામાં આવશે. રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4 નો વધારો કર્યો છે. બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજીત વધારો રૂ 152.18 કરોડ, યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ. 148.66 કરોડ, 7 વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડ ઝીંકાયો છે. 

Surat City Electric Vehicle Policy – 2021 અંતર્ગત ઈલેકટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં ૭૫% ની રાહત અપાઈ છે. સુરત મનપાએ બજેટમાં કહ્યું કે, નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે. 824 કરોડની માતબર જોગવાઈ કરાઈ કરવામાં આવી છે. મેસેજ કરીને નવા વેસ્ટ કરેલા વિસ્તારની અંદર પાણી અને રોડ અને વીજળીને સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે. સુરત શહેરના નવા સીમાંકનકાળ કરાયેલા વિસ્તારોમાં હજી સુધી કોઈ મોટા સુવિધાના કામ પૂર્ણ થયા નથી. પરંતુ વર્ષ 2023-24 માં કામને ઝડપથી આગળ વધારવા માટેની કામગીરી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટની પાછળ 3519 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરાવ્યો છે. કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતો લોકોને સુવિધાઓને ઝડપથી પૂરી પાડવા માટેનો છે. ઇન્ટેવેલ અને ફ્રેન્ચ વેલની ઝડપથી કરવામાં આવશે અને કામગીરી પણ કરવામાં આવશે. સુરત શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 

સુરતીઓના માથે 307 કરોડના વેરા વધારા સાથેનું પાલિકાનું 7707 ડ્રાફ્ટ ફટ બજેટ રજૂ કરાયું છે. સુરત મહાનગર પાલિકાનો 7,707 કરોડનું બજેટ રજૂ કરાયેલું જેમાં 3519 કરોડના કેપિટલ રહેશે.

સુરત મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪નું ડ્રાફટ બજેટ રજુ કરાયુ. ૭૭૦૭ કરોડના ડ્રાફટ બજેટમાં વિકાસના કામો માટે ૩૫૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જયારે રેવન્યું ખર્ચ ૪૧૮૮ કરોડ અને રેવન્યુ આવક ૪૫૪૦ કરોડ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. સમાજના તમામ લોકોને અસર કરતું સર્વાગી બજેટ હોવાનું મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું. 

પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડ ની માતબર જોગવાઈ કરવામાં આવી છે. સુરત મનપામા ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્રારા કરવામાં આવ્યો છે. હદ વિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને ૨૭ ગામોનો સમાવેશ થયો હતો. શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે,

આ પણ વાંચો : 

લોકોને સારી સારવાર મળે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ની જેમ સ્મીમેર હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ બનાવી સારવારની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર કોલેજ નું એક્સપાન્શન 210 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત આ બજેટમાં લોકોને રાહત દરે વિવિધ યોજનામાં આવાસ મળે તે માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નવા વર્ષે સુરત મહાનગર પાલિકા 7911 આવાસો બનાવશે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષે સુરતમાં ૬૦ હજાર પશુઓને આરએફઆઈની ટેગ કરવામાં આવશે. ગુજરાતમાં પહેલો શહેર સુરત બનશે, જે ત્રિપલ આઈથી ઢોરનું ટ્રેકિંગ કરશે. વર્ષે સુરતના લોકોના આરોગ્યનો ખ્યાલ રાખીને 550 કરોડના ખર્ચમાં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news