સુરતમાં એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ; પ્રેમિકાની હત્યા કરી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે પહેલા યુવતીની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલ તો બન્નેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેરના ઉધના વિસ્તારના એક મકાનમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે પહેલા યુવતીની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલ તો બન્નેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા ઓમ શ્રી સાઈનગર-2 ના એક બંધ મકાનમાં યુવક અને યુવતીની લાશ મળી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મૃતક 28 વર્ષિય વિજય ગોયલ હોવાનું સામે આવ્યું હતું. વિજય મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. વિજય એ બપોરના સમયે આ યુવતીને ઘરે બોલાવી હતી. યુવતીની હત્યા કરી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તો યુવતીની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
આ યુવતી ઉધના જ વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે, જે રીતે આ સમગ્ર ઘટના બની હતી, ત્યારબાદ પોલીસની એક ટીમ દ્વારા યુવતીના પરિવારજનોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે હાલ તો આ શંકા છે કે વિજય અને આ યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોય શકે. પોલીસે જ્યારે વિજયના રૂમની તપાસ હાથ ધરી ત્યારે યુવતી પાસે કોઈ પણ પ્રકારનો મોબાઇલ મળી આવ્યો ન હતો. જો કે વિજયના મૃત્યુ પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો છે. આ મોબાઇલને પોલીસે એફએસએલમાં મોકલી આપ્યો છે.
આ ઉપરાંત બંનેના મૃતદેને પણ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. યુવતી ઉપર સળિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. જોકે હાલ પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારબાદ જ આ યુવતીનો કઈ રીતે હત્યા કરવામાં આવી છે તે જાણી શકાશે. પોલીસ માટે હાલ તો આ ટોટલી બ્લાઇન્ડ કેસ છે મૃતક વિજય પાસેથી મળી આવેલ મોબાઈલ ના પુરાવા પોલીસ માટે ખૂબ જ મહત્વની કડી બની રહેશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે