નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરાઈ સુરતથી દોડતી આ ટ્રેન, અંદર જતા જ થશે ખાસ અહેસાસ

 રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફ્ફર પુર એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. આવતીકાલે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. 

નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરાઈ સુરતથી દોડતી આ ટ્રેન, અંદર જતા જ થશે ખાસ અહેસાસ

ચેતન પટેલ, સુરત : રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફ્ફર પુર એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. આવતીકાલે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. 

આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો

આ વિશે પશ્ચિમ રેલવેના ટેકનિકલ હેડ સંદીપ રાજવંશીએ જણાવ્યું કે, ઉત્કૃષ્ઠ પ્રોજેક્ટ અંતર્ગત અમે પશ્ચિમ રેલવેના રેક અપગ્રેડ કરી રહ્યાં છે. જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધા મળી શકે અને તેમનો ટ્રાવેલ એક્સપિરિયન્સ સારો થાય. પહેલો રેક 1905354 સુરતથી મુઝફ્ફર વચ્ચે ચાલનારી ગાડીનો રેક બનાવાયો છે. આ ટ્રેન સુરતથી મુઝફ્ફર પુર આવ-જા કરે છે. અને બીજી ટ્રીપ મહુવા-ભાવનગરની કરાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાડીમાં નવી સુવિધાઓ મૂકાઈ છે અને કેટલીક અપગ્રેડ કરાઈ છે. તો બીજી તરફ ટ્રેનનો કલર પણ બદલી દેવાયો છે. 

Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ

તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાં પ્રથમ ફેઝમાં 140 રેક તથા બીજા ફેઝમાં 500 રેક બનાવવામાં આવનાર છે. પહેલા 20 રેક પૈકી 6 રેક મુંબઈ ડિવિઝનમાં તૈયાર કરવામાં આવનાર છે. જેમાંથી પહેલું રેક સુરત કોચ સેન્ટરમાં તૈયાર થઈ ચૂક્યું છે. જેને સુરત મુઝફ્ફર ટ્રેનમાં જોડવામાં આવનાર છે. રેકને મોડિફાઇડ કરવા પાછળ 60 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. તો ચાલો અમે તમને આ કોચની શુ વિશેષતા છે તે જણાવીએ.

SuratMuzaffarpurTrain.JPG

અપગ્રેટેડ રેકની વિશેષતા :

  • કોચને બહારથી પીળા અને ભૂરા-લાલ રંગથી રંગવામાં આવ્યો છે
  • કોચમાં પ્રકાશ વધારે પડે એના માટે એનર્જી સક્ષમ એલઇડી લાઈટ લગાવવામાં આવી છે
  • સંપૂર્ણ કોચ એસી રહેશે
  • કોચમા બાયોટોયલેટ મૂકવામા આવ્યું છે
  • ટોયલેટમા ગંદકી થશે તો એક બટન દબાવવાથી ગંદકી દુર થઇ જશે
  • ટોયલેટની અંદર પહેલીવાર ડસ્ટબીન મુકવામા આવ્યા
  • કોચની અંદરની વોલ પર વિવિધ પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામા આવી છે
  • બાયોટોયલેટમાં પ્રવેશવાની સાથે જ સ્વચ્છતા રાખવાનો સંદેશ આપવામા આવશે
  • ટોયલેટમા દુર્ગઘ નહિ આવે તે માટે ઓટોમેટિક ફિનાઇલ સપ્રે તથા એકઝોસ્ટર ફેનની સુવિધા છે
  • પાણીની બચત થાય તેવા અત્યાધુનિક શૌચાલયો બનાવવામાં આવ્યા છે
  • રાત્રિના સમયે સીટની ઓળખ થાય તે માટે સીટ નંબર ચમકે તેવા મૂકવામાં આવ્યા છે
  • કેટલાક ડિસ્પ્લે એલઈડીમાં મૂકાયા છે, જેથી રાત્રે પણ મુસાફરો સરળતાથી જોઈ શકે 

ગુજરાતની પળેપળની અપડેટ જાણવા માટે અહીં કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news