ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પાણીનું પ્રદૂષણ ઘટાડતી ટેકનિક શોધી કાઢી સુરતની મંત્રા સંસ્થાએ...
આ રિસર્ચ પ્રમાણે ઓઝોનનો ઉપયોગ કરવાથી પ્રદુષણની માત્રામાં 80 ટકા ઘટાડો નોંધાશે. વળી આ રીતમાં તાપમાનનો ઉપયોગ ન થતો હોવાથી એનર્જીની પણ બચત થશે
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતની રિસર્ચ સંસ્થા મંત્રા દ્વારા પોલિસ્ટર ફેબ્રિકના આફ્ટર ક્લિયરિંગ પ્રોસેસમાં હાઈડ્રોની જગ્યાએ ઓઝોનનો ઉપયોગ કરી નવી ટેકનીક વિકસાવી પેટન્ટ મેળવાઈ છે. મહત્વની વાત એ છે કે આ પેટન્ટથી પાણીના પ્રદૂષણની માત્રામાં વ્યાપક ઘટાડો થશે. હાલ પૃથ્વી પર પાણી પ્રદૂષણ મોટી માત્રામાં ફેલાયેલું છે. ત્યારે આવી સમસ્યાઓ સામે આ ટેકનિક કારગત નીવડી શકે છે.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
સુરત શહેર વિશ્વભરમાં ડાયમંડ સિટી સાથે જ ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે. તેમાં પણ સુરતમાં 80 % પોલિસ્ટર કપડાનું ઉત્પાદન થાય છે જેની ડિમાન્ડ પણ વિશ્વ સ્તરે છે. જોકે પોલિસ્ટર ઉપર ડાઈ કરવાની પ્રોસેસ દરમ્યાન સલ્ફર નીકળે છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. જેથી સુરતની રિસર્ચ સંસ્થા મંત્રા દ્વારા એવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે, જેને કારણે પાણીના પ્રદૂષણની માત્રામાં વ્યાપક ઘટાડો નોંધાશે. તેમાં ઓઝોનવાયુનો ઉપયોગ કરાશે. આ સિસ્ટમ પોલિસ્ટર ફેબ્રિકના ડાઈંગ અને પ્રિન્ટિંગ પછી જે રિડક્શનની પ્રક્રિયા થાય છે. તેના અલટરનેટિવ તરીકે શોધાઈ છે. જેમાં રિડક્શનની જગ્યાએ ઓઝોનથી ઓક્સિડેશન કરવામાં આવે છે અને અનફિક્સ ડાઈને કાઢવાની પ્રયાસ કરાયો છે.
ઓઝોન જનરેટ કર્યા બાદ તેને મશીનમાં ઈનલાઈન ઇન્જેક્ટ કરવામાં આવશે. જેને કારણે મશીનમાં ઓઝોનનું પાણી ફરશે અને ફિક્સ થયા વગરની ડાઈ નીકળશે. સાથે જ જે બાયપ્રોડક્ટ નીકળશે, તે ઈકો ફ્રેન્ડલી હશે. તેને કારણે પર્યાવરણને નુકસાન ઓછું થશે. આ પ્રક્રિયા રૂમ ટેમ્પરેચર પર થતી હોવાને કારણે તેમાં વધારાની ઊર્જાની જરૂર રહેતી નથી. ઉદ્યોગકારોને આ ટેકનોલોજીથી ચોક્કસ પણે ફાયદો થશે.
આ પણ વાંચો : અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું, મુખ્ય આરોપી શહેઝાદ ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતો
સંસ્થાના સિનિયર સાયન્ટિસ્ટ મુંજાલ પરીખે કહ્યું કે, સામાન્ય રીતે પોલિસ્ટર પર જો ડાર્ક ડાઈ હોય તો 5 થી 7% જેટલી ડાઈ રહી જાય છે જેને કાઢવી જરૂરી છે. સામાન્ય રીતે સોપિંગની પ્રક્રિયાથી આ ડાઈ સહેલાઈથી નીકળતી નથી. તેને કાઢવા માટે હાઈડ્રો અને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરાય છે. તેમજ 70 થી 80 ડિગ્રી તાપમાન જરૂરી છે. જેનાથી ડાઈ નીકળે છે. પરંતુ તેનાથી હાઈડ્રોના સલ્ફર કમ્પાઉન્ડ વધુ માત્રામાં નીકળતા હોવાથી તે પર્યાવરણને નુકશાન કરે છે. સાથે જ કોસ્ટિકને કારણે ટીડીએસ વધે છે. જ્યારે આ રિસર્ચ પ્રમાણે ઓઝોનનો ઉપયોગ કરવાથી પ્રદુષણની માત્રામાં 80 ટકા ઘટાડો નોંધાશે. વળી આ રીતમાં તાપમાનનો ઉપયોગ ન થતો હોવાથી એનર્જીની પણ બચત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે