સુરત: સ્કૂલ એડમિશનની લાલચ આપીને લાખોની છેતપિંડી કરનાર યુવકની ધરપકડ
દરેક માતાપિતને પોતાનો બાળક શહેરની સૌથી સારી શાળામાં અભ્યાસ કરે તેવી ઈચ્છા હોય છે. જો કે માતાપિતાની આજ લાલસનો કેટલાક લોકો દુર ઉપયોગ કરી છેતરપિંડી આચરતા હોય છે. આવાજ એક કિસામાં વરાછા પોલીસે ઓસ્ટેલિયા રિટર્ન યુવકને ઝડપી પાડ્યો છે. સુરતના 54 વાલીઓએ 40 લાખની મૂડી ગુમાવી છે.
Trending Photos
તેજશ મોદી/સુરત : દરેક માતાપિતને પોતાનો બાળક શહેરની સૌથી સારી શાળામાં અભ્યાસ કરે તેવી ઈચ્છા હોય છે. જો કે માતાપિતાની આજ લાલસનો કેટલાક લોકો દુર ઉપયોગ કરી છેતરપિંડી આચરતા હોય છે. આવાજ એક કિસામાં વરાછા પોલીસે ઓસ્ટેલિયા રિટર્ન યુવકને ઝડપી પાડ્યો છે. સુરતના 54 વાલીઓએ 40 લાખની મૂડી ગુમાવી છે.
પોલીસની સામે કડકડાટ બોલી રહેલો પ્રતીક ડાવરિયા સુરતમાં આચરવામાં આવેલા સ્કૂલ એડમિશન કૌભાંડનો મુખ્ય આરોપી છે. થોડા સમય પહેલા પ્રતીક તેના પિતા હસમુખભાઈ અને જ્યોતિ પટેલ નામની મહિલા સામે 54 જેટલા વાલીઓએ 40 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણએ સુરત શહેરની પ્રતિષ્ઠિત સેન ઝેવિયર્સ અને લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન અપાવાની ખાતરી આપતા હતા.
અમદાવાદ: ઇસનપુરમાં સામાન્ય તકરારમાં જાહેરમાં યુવકને જીવતો સળગાવ્યો
આ આખા ષડયંત્રમાં જ્યોતિ પટેલ નામની મહિલાના બ્યુટી પાર્લરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યોતિ પટેલ પોતાના બ્યુટી પાર્લરમાં આવતી મહિલાઓને એડમિશન અપાવાની વાત કરતી હતી. સ્કૂલના સંચાલકો સાથે સીધા સંબંધ હોવાથી એડમિશન મળી જશે તેવી ડંફાસ મારી રૂપિયા એડવાન્સમાં લઇ લેતી હતી. જ્યોતિ બાદ આકેસમાં વરાછા પોલીસે વોન્ટેડ પ્રતીકની પણ બાતમીના આધારે ધરપકડ કરી છે.
રાજકોટ: પિયરમાં ગયેલી પત્ની અંગે અભદ્ર ટિપ્પણી કરનારની યુવકે જાહેરમાં કરી હત્યા
પોતાનું મોઢું મીડિયાથી છુપાવનાર પ્રતીક ડાવરિયાનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તાપસમાં ખુલવા પામ્યો છે. સુરતમાં 40 લાખની છેતરપિંડી કરનાર પ્રતીકે અગાવ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એડીલડ વેલ્થ બેંક સાથે થયેલા મની લોન્ડરિંગના એક કેસમાં પ્રતિકની એડીલડ પોલીસે ધરપકડ કરી હતી. પ્રતીક સામેના મની લોન્ડરિંગ કેસમાં સ્થાનિક કોર્ટે 9 મહિના જેલમાં મોકલી આપ્યો હતો. જો કે સજા પુરી થયા બાદ પ્રતીકને સુરત ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે