આશ્ચર્ય સર્જાયું! અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી માછલી ગુજરાતના આ તળાવમાં દેખાઈ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામથી પસાર થતી મીંઢોળા નદી માંથી એક અજુગતો પ્રકારની માછલી મળી આવી હતી. આ માછલીની ઓળખ સકર માઉથ કેટફિશ તરીકે થઈ હતી.

 આશ્ચર્ય સર્જાયું! અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી માછલી ગુજરાતના આ તળાવમાં દેખાઈ

સંદીપ વસાવા/પલસાણા: એમેઝોન નદીમાં જોવા મળતી કેટફિશ પલસાણા નજીક મિઢોળા નદીમાં દેખાઈ હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકા ના મલકપોર ગામે કેટફિશ મીંઢોળા નદીમાં જાળમાં ફસાઈ હતી. જેને બહાર કાઢી વન વિભાગએ કબજો મેળવ્યો હતો. 

No description available.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માણેકપોર ગામે મિઢોળા નદીમાં એક દુર્લભ માછલી જોવા મળી હતી. મિઢોળા નદીમાં એક માછીમારે નાખેલી જાળમાં દુર્લભ પ્રકારની માછલી ફસાઈ હતી. માછલીને જોઈ આશ્વર્ય ચકિત થયેલા માછીમારે બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ કરી હતી. જેથી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટિમ ના સભ્યો એ આ માછલી કેટફિશ પ્રજાતિની હોવાનું જણાયું હતું. જે એમેઝોન નદીમાં ખાસ કરીને જોવા મળે છે. દુર્લભ પ્રજાતિની જોવા મળતી આ માછલી મીંઢોળામાં દેખાતા લોકો માછલી જોવા માટે ટોળે વળ્યાં હતા. 

No description available.

આ માછલીની ચાર આખો હોય છે. કેટફિસ પ્રજાતિની ખાસિયત એ છે કે તે પાણી વગર એક દિવસ સુધી જીવી શકે છે. અને તેની લંબાઈ ત્રણ ફૂટથી પણ વધારે વધે છે. કેટફિસ માછલી મોટી થતા નદી તળાવમાં અન્ય માછલીઓ, કાચબાઓ અને અન્ય જળચર જીવોને ખાઈને પ્રયાવરણને હાનિ પહોંચાડે છે. જેથી કર્ણાટકમાં આ માછલી પર સરકાર દ્વારા બેન કરવામાં આવ્યું છે. જેથી જાળમાં ફસાયેલ કેટફિસ માછલીને પલસાણા વનવિભાગને સોંપી દેવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news