ત્રણ સદસ્યોનો નાનકડો વલાણી પરિવાર એકસાથે દીક્ષા લેશે, દીકરો પહેલા જ સંયમના માર્ગે નીકળી ગયો છે

સુરતમાં દીક્ષા લેવાની પ્રથા જાળવવામાં આવે છે. સુરતના કેટલાય પરિવારો એવા છે જે દીક્ષા લઈને સંયમના માર્ગે નીકળી પડ્યા છે. ત્યારે સુરતનો વધુ એક પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે. વેસુ વિસ્તારમાં રહેતો ત્રણ સદસ્યોનો નાનકડો વલાણી પરિવાર એકસાથે દીક્ષા લેશે. તેઓ કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળશે. 
ત્રણ સદસ્યોનો નાનકડો વલાણી પરિવાર એકસાથે દીક્ષા લેશે, દીકરો પહેલા જ સંયમના માર્ગે નીકળી ગયો છે

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં દીક્ષા લેવાની પ્રથા જાળવવામાં આવે છે. સુરતના કેટલાય પરિવારો એવા છે જે દીક્ષા લઈને સંયમના માર્ગે નીકળી પડ્યા છે. ત્યારે સુરતનો વધુ એક પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે. વેસુ વિસ્તારમાં રહેતો ત્રણ સદસ્યોનો નાનકડો વલાણી પરિવાર એકસાથે દીક્ષા લેશે. તેઓ કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળશે. 

સુરતના વેસુ વિસ્તારમાં મૂળ ધાનેરાના નીરવભાઈ વલાણી રહે છે. તેમના પરિવારમાં પત્ની સોનલ વલાણી અને 11 વર્ષની દીકરી વિહા વલાણી છે. આગામી 10 ફેબ્રુઆરીના રોજ નીરવ વલાણી પોતાના આખા પરિવાર સાથે દીક્ષા લેશે. આ પરિવાર વેસુ વિસ્તારમાં રશ્મિરત્નસૂરિજીના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે. જ્યારે નીરવભાઈ 17મીએ આંધ્રપ્રદેશના તેનાલી ખાતે મુનિરાજ ગુણહંસવિજય મહારાજના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે.

ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા નીરવભાઈ કરોડોની સંપત્તિ ત્યજીને પરિવાર સાથે સંયમના માર્ગે નીકળી પડશે. ઉલ્લેખનીય છે કે, નીરવભાઈના પુત્રએ 5 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. તેથી પરિવારના બાકીના સદસ્યોએ સંયમના માર્ગે જવાનુ નક્કી કર્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news