SURAT હવે માત્ર હીરા-કાપડ ઉદ્યોગનું નહી રાજકારણનું પણ એપી સેન્ટર બની રહ્યું છે

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બિનભાજપીય સરકારને તોડી પાડવા માટે ભાજપ દ્વારા લાંબા સમયથી ગુપ્ત ઓપરેશન ચલાવાઇ રહ્યું હતું. જેમાં ભાજપને આખરે સફળતા મળી અને પરમદિવસે (20 જુલાઇ) ના દિવસે નારાજ ધારાસભ્યો મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ હાઇ વોલ્ટેજ ડ્રામા શરૂ  થયો હતો. જો કે કેટલાક સુત્રોનો દાવો પણ હતો કે, આ તમામ નેતાઓએ સી.આર પાટીલ સાથે સુરતમાં મુલાકાત કરી હતી. આ પ્રકારે સુરત અને સી.આર પાટીલ બંન્નેનું કદ હવે રાષ્ટ્રીય રાજનીતિ ક્ષેત્રે પહોંચી ચુક્યું છે. 
SURAT હવે માત્ર હીરા-કાપડ ઉદ્યોગનું નહી રાજકારણનું પણ એપી સેન્ટર બની રહ્યું છે

સુરત : ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બિનભાજપીય સરકારને તોડી પાડવા માટે ભાજપ દ્વારા લાંબા સમયથી ગુપ્ત ઓપરેશન ચલાવાઇ રહ્યું હતું. જેમાં ભાજપને આખરે સફળતા મળી અને પરમદિવસે (20 જુલાઇ) ના દિવસે નારાજ ધારાસભ્યો મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ હાઇ વોલ્ટેજ ડ્રામા શરૂ  થયો હતો. જો કે કેટલાક સુત્રોનો દાવો પણ હતો કે, આ તમામ નેતાઓએ સી.આર પાટીલ સાથે સુરતમાં મુલાકાત કરી હતી. આ પ્રકારે સુરત અને સી.આર પાટીલ બંન્નેનું કદ હવે રાષ્ટ્રીય રાજનીતિ ક્ષેત્રે પહોંચી ચુક્યું છે. 

મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી સુરતની ફાઇવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્રના રાજકારણનો હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. દિવસ દરમિયાન મહારાષ્ટ્ર શિવસેના પણ પોતાના નેતાઓને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. તો બીજી તરફ નારાજ ધારાસભ્યોને એકથી બીજા સ્થળે ફરી રહ્યા છે. તેની પાછળ ભાજપનો હાથ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પહેલા તેમને અમદાવાદ લાવવાનું નક્કી થયા બાદ અચાનક મોડી રાત્રે ગુવાહાટી ખાતે મોકલી અપાયા હતા. 

એક સમયે સુરતમાં માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નામના ધરાવતા સુરતની સ્થિતિ હવે બદલાઇ ચુકી છે. ગુજરાત ભાજપના તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરતના છે. આ સાથે જ સુરતમાંથી ગુજરાતમાં ચાર મંત્રીઓ છે. જ્યારે કેન્દ્રમાં પણ એક મંત્રી સુરતના છે. સુરતમાંથી કુલ પાંચ મંત્રીઓ બે પક્ષના પ્રમુખ સુરતના છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ સુરતે મચાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news