સુરતમાં મોટી દુર્ઘટના ટળી, લગ્નની લાઈટથી અંજાતા પાઈલોટ પ્લેન લેન્ડ ન કરી શક્યો, અને પછી તો...

લગ્નની લાઈટથી આંખ અંજાતા પાઈલોટ પ્લેન લેન્ડ કરી શક્યો નહોતો, અને 45 મિનિટ ફ્લાઈટ ફરતી રહી હતી. જેના કારણે પ્લેનમાં બેસેલા 62 યાત્રીના શ્વાસ અધ્ધર થયા હતા.

સુરતમાં મોટી દુર્ઘટના ટળી, લગ્નની લાઈટથી અંજાતા પાઈલોટ પ્લેન લેન્ડ ન કરી શક્યો, અને પછી તો...

ચેતન પટેલ/ સુરત: રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે તમે કદી સાંભળ્યું છે કે એક લગ્નના કારણે પ્લેનમાં બેઠેલા યાત્રીઓના શ્વાસ અધ્ધર થયા હોય... પણ આ એકદમ વાત સાચી છે. સુરતમાં લગ્નની લાઈટથી આંખ અંજાતા આકાશમાં ફરી રહેલા પ્લેનનો પાઈલોટ પ્લેન લેન્ડ કરી શક્યો નહોતો. જેના કારણે આ સમાચાર ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નની લાઈટથી આંખ અંજાતા પાઈલોટ પ્લેન લેન્ડ કરી શક્યો નહોતો, અને 45 મિનિટ ફ્લાઈટ ફરતી રહી હતી. જેના કારણે પ્લેનમાં બેસેલા 62 યાત્રીના શ્વાસ અધ્ધર થયા હતા. ત્યારબાદ પોલીસે તાત્કાલિક લાઈટ બંધ કરાવીને સુરત એરપોર્ટ પર પ્લેનને લેન્ડિંગ કરાયું હતું.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સુરત ડુમ્મસમાં લગ્ન પ્રસંગના કારણે 5 દિવસ પહેલા સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત થતા અટક્યો હતો. સુરતમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં લગાવેલી એલઇડી હાઇ બીમ લાઇટની ફ્લેશથી પ્લેનના પાયલોટની આંખ અંજાતા ફ્લાઇટ લેન્ડ કરવામાં તકલીફ પડી હતી. આ વાતની જાણ તાત્કાલિક એટીસી ટાવરને કરીને ફ્લાઈટનો રૂટ બદલી આપવા જણાવ્યું હતું. બીજી બાજુ તાત્કાલિક ડુમસ પોલીસને લગ્ન પ્રસંગમાં દોડાવી એલઇડી હાઇ બીમ લાઇટ બંધ કરાવી હતી. તે પછી ફ્લાઇટ લેન્ડ થઈ હતી.

એરપોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજથી 5 દિવસ પહેલા ડુમસ વિસ્તારમાં એક લગ્ન હતા. જેમાં એલઇડી હાઇ બીમ લાઇટ મૂકવામાં આવી હતી. જેનો ફ્લેશ ફ્લાઇટના લેન્ડિંગ રૂટમાં પડતો હતો. તે જ સમયે એક ફ્લાઇટ લેન્ડ થવામાં હતી, પરંતુ પાઈલોટની આંખમાં ફ્લેશ આવતા લેન્ડિંગમાં તકલીફ પડી હતી. જેથી તેમણે ફ્લાઇટનો રૂટ બદલી એટીસી ટાવરને જાણ કરી હતી.

વડોદરામાં વધુ એક દુષ્કર્મ: મુંબઈના વિધર્મીએ સગીરાને અવાવરું જગ્યામાં બોલાવીને શરીર સુખ માણ્યું

ATCએ તાકિદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા ડુમસ પોલીસે આકાશમાં દેખાતી ફ્લેશ લાઈટ શોધી લગ્નપ્રસંગમાં પહોંચી એલઇડી હાઇ બીમ લાઇટ બંધ કરાવી હતી, અને ફ્લાઇટ લેન્ડ થઈ હતી. ઘટનાને પગલે ફ્લાઇટ પોણો કલાક મોડી લેન્ડ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news