યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું; 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનો કાતિલ દોરીએ જીવ લીધો

સુરતમાં પતંગની કાતિલ દોરીથી મોત થવાની ઘટના સામે આવી છે. ઘટના નાના વરાછા બ્રિજની છે. જ્યાં એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને નીચે પટકાઈ હતી.

યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું; 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનો કાતિલ દોરીએ જીવ લીધો

ઝી બ્યુરો/સુરત: દર વર્ષે ઉતરાયણ આવતા પહેલા સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પતંગની રામાયણ શરૂ થઈ જાય છે. નાના વરાછા ખાતે બુધવારે સાંજે મોપેડ લઇ બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં પતંગના દોરી ફસાતા ગળું કપાઈ જતા કમકમાટીભર્યું મોત થયું હતું.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા વિસ્તારમાં ગોકુલ ધામ ખાતે  અમૃત રેસિડેન્સીમાં રહેતી ૨૨ વર્ષની દિક્ષીતા ઘનશ્યામભાઇ ઠુમ્મર બુધવારે સાંજે મોપેડ પર નોકરીએથી ઘરે જવા નીકળી હતી. તે સમયે નાના વરાછા ફલાય ઓવર બ્રિજ ઉતરતા અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળમાં ફસાઇ હતી. જેથી તેનું ગળું કપાઈ જતા લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલેન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. 

દિક્ષીતા મુળ અમરેલીનાં સાંવરકુંડલાની વતની હતી. તેનો એક ભાઇ અને એક બેન છે. તે પરિવારને મદદરૃપ થવા જવેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી. તેના મોતના સમાચાર સાંભળી તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news