સુરત કોર્ટમાં ગેંગવોરની ઘટના બને તે પહેલાં જ પોલીસે પાડ્યો ખેલ, બે ગેંગના સાગરીતો વચ્ચે મારામારી

સુરતમાં માથાભારે ઇમરાન ગડી અને ઈમરોજ દાલચવાલ ગેંગ વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલી રહી છે. બંને ગેંગ વચ્ચે થયેલી મારામારીના કેસમાં તારીખ હોવાથી ગતરોજ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જેથી બંને ગેંગ કોર્ટમાં આવી હતી.

સુરત કોર્ટમાં ગેંગવોરની ઘટના બને તે પહેલાં જ પોલીસે પાડ્યો ખેલ, બે ગેંગના સાગરીતો વચ્ચે મારામારી

પ્રશાંત ઢીવરે/સુરત: જિલ્લા કોર્ટના પરિસરમાં બે ગેંગના સાગરીકો વચ્ચે મારામારી થાય તે પહેલા જ પોલીસ આવી જતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે એક સગીર સહિત આરોપીને હથિયાર પકડી પડ્યો હતો. બંને ગેંગ વચ્ચે થયેલી મારામારીના કેસમાં તારીખ હોવાથી ગતરોજ કોર્ડમાં લાવવામાં આવ્યા હતા. 

સુરતમાં માથાભારે ઇમરાન ગડી અને ઈમરોજ દાલચવાલ ગેંગ વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલી રહી છે. બંને ગેંગ વચ્ચે થયેલી મારામારીના કેસમાં તારીખ હોવાથી ગતરોજ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જેથી બંને ગેંગ કોર્ટમાં આવી હતી. બંને ગેંગના માથાભારે સાગરીકો એકબીજા પર હુમલો કરવાના ફિરાગમાં હથિયાર સાથે કોર્ટ પરિસરમાં આવી પહોંચ્યા હતા. બંને ગેંગ એકબીજા પર હુમલો કરે તે પહેલા જ પોલીસ પહોંચી જતા માથા ભારે ઇસમોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે એક સગીર સહિત આકશ વાઘમારે નામના ઇસમને ચપ્પુ સાથે પકડી પાડ્યો હતો. સાથે જ પોલીસ ને કોર્ટના બાથરૂમમાંથી એક ચપ્પુ પણ મળી આવ્યો હતો.

સુરત શહેર પોલીસ ડીસીપી સાગર બાગમારએ જણાવ્યું હતું કે ઇમરાન ગડી અને ઈમરોજ દાલચવાલ ગેંગ વચ્ચે એક ઝઘડો થયો હતો તે ગુનામાં તેમને કોર્ટમાં તારીખ હતી. આરોપી સહી તેમના તેમના માણસો ત્યાં આવ્યા હતા બંને ગેંગને એકબીજા પર ભય હતો. જ્યારે આ બંને ગેંગના ઈસમો એકબીજા પર હુમલાની ફિરાગમાં હતા. 

પોલીસને બાતમી મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બંને એકબીજા પર હુમલો કરે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરતા એક સગીર સહિત અને આકાશવાગ મારે નામના ઈસમની છરાં સાથે ધરપકડ કરી હતી. સાથે જ કોર્ટ ના બાથરૂમમાં ચપ્પુ હોવાની માહિતી મળતા પોલીસે ત્યાંથી પણ એક છરાં બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. હાલ સગીર સહિત આકાશ વાઘમારે નામના ઈશમની ધરપકડ કરી અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news