સાવચેત રહેજો! DCPથી લઈ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત, આવા ડ્રેસમાં વોચ રાખશે

આજથી નવરાત્રિનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગણતરીના કલાકમાં જ શહેરના વિવિધ સ્થળે ખેલૈયાઓ ગરબાના રંગમાં રંગાઈ જશે. સુરત પોલીસ સતર્ક થઇ ગઇ છે.

સાવચેત રહેજો! DCPથી લઈ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત, આવા ડ્રેસમાં વોચ રાખશે

પ્રશાંત ઢીવરે/સુરત: નવરાત્રિના પાવન પર્વને લઈ સુરત પોલીસ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં નવરાત્રિ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે DCP થી લઈ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત રહેશે. VHP એ માંગ કરી હતી કે મુસ્લિમ યુવકો ને નવરાત્રીમાં પ્રવેશવા દેવામાં નહિ આવે તેના જવાબ માં પોલીસ કમિશ્નરે કહ્યું કોઈ પણ વ્યક્તિ એ કાયદો હાથમાં લેવો નહિ રહેશે, કાયદાકીય રીતે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રી આયોજન સ્થળે કોઈપણ સમશ્યા સર્જાય તો તરત પોલીસ ને જાણ કરવી. પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરશે. 

આજથી નવરાત્રિનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગણતરીના કલાકમાં જ શહેરના વિવિધ સ્થળે ખેલૈયાઓ ગરબાના રંગમાં રંગાઈ જશે. સુરત પોલીસ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં નવરાત્રિ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે DCPથી લઈ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત રહેશે. 

સુરત એર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે નવરાત્રિને લઇ પોલીસની તૈયારી બતાવતા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે જાહેરનામું બહાર પડાયું છે. વાહન ચેકિંગ કરવામાં આવશે. પીધેલા લોકો પકડવામાં આવશે. બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. અસામાજિક પ્રવૃતિ ચલાવી લેવામાં આવશે નહીં. નવરાત્રિના તમામ આયોજકો સાથે મીટિંગ કરવામાં આવી. નવરાત્રિમાં ગરબા રમવા જશે. લોકોની ઘર વ્યવસ્થિત બંધ કરી જાય જેથી ચોરી ન થાય. લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વાગી શકશે. 12 વાગ્યા પછી લાઇડ સ્પીકર ચાલુ રાખવા નહીં તેવું જાહેનામું છે. 

શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DCPથી લઈ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનો માં રહેશે. મહિલા પોલીસ નવરાત્રીના ડ્રેસમાં રહેશે. સાદા ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. નવરાત્રીમાં મહિલાઓ અને દીકરીઓએ કઇ સાવચેતી રાખવી તેના સૂચનો તમામ પંડાલો માં આપવામાં આવ્યા છે. પોલીસ પરિવારના લોકો માટે પણ નવરાત્રીનું આયોજન કરાયું.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ નવરાત્રી આયોજન કરાયું છે. નવરાત્રીમાં દીકરીઓએ અજાણ્યા સાથે મોબાઈલ શેરિંગ નહિ કરે. અવાવરું જગ્યા એ જવાનું ટાળજો. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ગરબામાંથી અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળજો. અજાણી વ્યક્તિ છુપા કેમેરાથી ફોટો કે વિડીયો લે તો પોલીસને જાણકારી આપવી રહેશે. પોલીસ તરત પહોંચી કાર્યવાહી કરશે. શી પોલીસની ટીમ એન્ટી રોમિયો સ્કોડ કામ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news