સુરતમાં પીવી સિંધુએ જણાવી સફળતાની ચાવી, કહ્યું ખેલાડીઓને ખૂબ જ સારું પ્લેટફોર્મ મળશે
વડાપ્રધાન એ સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ.
Trending Photos
તેજસ મોદી/સુરત: 36મી નેશનલ ગેમ્સનો ગઈકાલે રંગારંગ શુભારંભ થયો છે, ત્યારે આવતીકાલથી સુરત ખાતે બેનડમિન્ટ ટુર્નામેન્ટની શરૂઆત થશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પી.વી.સિંધુ આજે સુરત આવી હતી.
સિંધુએ કહ્યું હતું કે તેને સુરત આવીને બહુ સારું લાગી રહ્યું છે. તમામ ખેલાડીઓ ને ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ આપું છું. વધુમાં કહ્યું હતું કે તમામ લોકો એક દેશના છે પરંતુ કોર્ટમાં આવતા જ પ્રતિસ્પર્ધી બની જાય છે. ગઈકાલે વડાપ્રધાન દ્વારા કરાયેલ ઉદ્ઘાટન ખૂબ અદભુત હતું. આ આંતરરાષ્ટ્રીય લેવલનું ઉદ્ઘાટન હતું. માત્ર 90 દિવસમાં આ તમામ વસ્તુઓ ઉભી કરવી અશક્ય. પરંતુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ તમામ આયોજન અદભુત કરાયું છે.
ઘણા વર્ષો બાદ એક ચેમ્પિયન બનતા હોય છે. ક્યારેક હારી જવાય તો નિરાશ થવાની જરૂર નથી. મારા માટે દરેક ટુર્નામેન્ટ અગત્યની હોય છે. ઓલોમ્પિક આવી રહ્યા છે તો એના માટે તમામ તૈયારીઓ શરૂ કરી છે. ઓલોમ્પિક પેહલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. ખાસ કરીને ઇજાઓ પર ધ્યાન આપવાનું રહેશે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કોઈપણ પ્રકારની કમી નથી. સરકાર દ્વારા તમામ વાયવસ્થા અને આયોજન પરફેક્ટ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન એ સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવામો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે. પેહલા એવું હતું કે ચાઇના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે આપણે પણ હવે ચાઇના ને ફાઈટ આપીએ છીએ. કારણ કે હવે અહીંના ખેલાડીઓ ને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે.
ડોપ ટેસ્ટ ખૂબ જ અગત્ય નો છે. અત્યારે જે ખેલાડીઓ જલ્દીથી આગળ વધવા માટે આ પ્રકારના સ્ટીરોઇડ્સ લે છે તે ખૂબ હાનિકારક છે. એના કરતાં પ્રોટીન, વિટામિન જેવી વસ્તુ ઓ લેવી હિતાવહ છે. દરેક ખેલાડીઓ માટે ડોપ ખૂબ અગત્ય નું છે. ખેલાડીઓ ના ભવિષ્ય માટે તેમને ડોપ બાબતે જાણકારી આપવી ખૂબ જરૂરી. દરેક રમતમાં વાલીઓનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. બાળક ને જેમાં રસ હોય તે રમતમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી. આ વખતે ઇજાના કારણે નેશનલ ગેમ્સ નથી રમી રહી તેનો અફસોસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે