Surat: વેબ સિરીઝમાં કામ તો અપાવીશ, પરંતુ મારી સાથે કેટલાક સેક્સી સીન કરવા પડશે અને...

શહેરમાં ફરી એકવાર બોલિવુડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનેક વખત બોલિવૂડમાં કામ કરવું હોય તો ઘણી મહેનત કરવાની વાતો તો સાંભળવા મળતી જ હોય છે, પરંતુ કામ મેળવવા માટે મોડેલિંગ કરતી યુવીઓએ કાસ્ટિંગ કાઉચઓ પણ શિકાર બનવું પડતું હોય છે, તેના અનેક કિસ્સાઓ સાંભળવામાં આવ્યા છે, ત્યારે આ દુષણ ગુજરાત અને સુરતમાં પણ ઘૂસી આવ્યું છે. સુરતમાં એક મોડેલે પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે.  યુવતીને વેબ સીરિઝમાં કામ આપવાની લાલચે પ્રોડ્યુસરે શારીરિક સંબંધ બાંધવા 70 હજારની ઓફર આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 
Surat: વેબ સિરીઝમાં કામ તો અપાવીશ, પરંતુ મારી સાથે કેટલાક સેક્સી સીન કરવા પડશે અને...

તેજસ મોદી/સુરત : શહેરમાં ફરી એકવાર બોલિવુડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનેક વખત બોલિવૂડમાં કામ કરવું હોય તો ઘણી મહેનત કરવાની વાતો તો સાંભળવા મળતી જ હોય છે, પરંતુ કામ મેળવવા માટે મોડેલિંગ કરતી યુવીઓએ કાસ્ટિંગ કાઉચઓ પણ શિકાર બનવું પડતું હોય છે, તેના અનેક કિસ્સાઓ સાંભળવામાં આવ્યા છે, ત્યારે આ દુષણ ગુજરાત અને સુરતમાં પણ ઘૂસી આવ્યું છે. સુરતમાં એક મોડેલે પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે.  યુવતીને વેબ સીરિઝમાં કામ આપવાની લાલચે પ્રોડ્યુસરે શારીરિક સંબંધ બાંધવા 70 હજારની ઓફર આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

સુરતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ યુવતીએ કાઉચિંગનો આરોપ લગાવાની સાથે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. યુવતીનું નામ મિત્તલ સોલંકી છે અને તે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. કેટલીક જગ્યા પર સ્ટેજ શોમાં એન્કરિંગ પણ કરે છે. જો કે હાલ લોકડાઉનમાં ઇવેન્ટ મેનેજમેન્ટની કામગીરી બંધ હોવાથી અને આર્થિક પરિસ્થિતિમાં મદદ મળી રહે એ માટે મિત્તલ કામની શોધમાં હતી. તેને જાણવા મળ્યું હતું કે જેડી ઉર્ફે જયદીપભાઈ ડભોઇયા પાસે કામ મળી શકે તેમ છે. જેથી મિત્તલ તેમને મળવા પહોચી હતી. 

બંનેની મુલાકાત સરથાણા ખાતે થઈ હતી. જ્યાં મુલાકાત વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મિત્તલેને કરવામાં આવી હતી. ત્યાર બાદ મિત્તલને ફોટોશૂટ માટે જવાનું  કહેવામાં આવ્યું હતું. જો કે ચોંકાવનારી વાત છે કે ફોટોશૂટ માટે ઓફિસની અંદર ચેનજિંગ રૂમ પણ ન હતો અને તેને ત્યાં જ કપડા ચેન્જ કરવાનું કહેવામાં આવ્યું હતું. સહજાનંદ બિઝનેસ હબ ખાતે આવેલી આ ઓફિસમાં અનેક જગ્યા પર સીસીટીવી કેમેરા પણ લગાવામાં આવ્યા હતા. પોતાનો વિડીયો બની જશે તેવી ડરને કારણે જ્યારે મિતલે કપડા બદલવા મુદ્દે આનાકાની કરી હતી, તો જેડીએ ઠપકો આપ્યો હતો સાથે બહુ નાટક નહિ કરવાના તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એટલુ જ નહીં જેડીએ પ્રોડ્યુસર સાથે શારીરિક સંબંધ બાધવા માટે પણ દબાણ કર્યું હતું અને રોજના 70 હજાર રૂપિયા મળશે તેવી ઓફર કરી હતી. જેથી મિત્તલ ગુસ્સે થઈ હતી અને તે ઓફિસથી બહાર નિકળી ગઈ હતી. ત્યાર બાદ જેડી દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી. જોકે મિત્તલે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો દાખલ કઈ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news