સુરતઃ શહેરમાં હિટ એન્ડ રન, ટેન્કર અડફેટે લેતા દંપતિનું ઘટનાસ્થળે મોત

અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. 

સુરતઃ શહેરમાં હિટ એન્ડ રન, ટેન્કર અડફેટે લેતા દંપતિનું ઘટનાસ્થળે મોત

સુરતઃ શહેરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે પતિ-પત્નીને અડફેટે લેતા બંન્નેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી મળતા ઈચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

સુરતનો હજીરા વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અહીં ટેન્કર તથા ટ્રકની અવર-જવર વધુ રહે છે. ત્યારે એક પૂરપાટ દોડી રહેલા ટેન્કરે મોપેડ પત જતા દંપતીને અડફેટે લીધા હતા. આ ઘટનામાં મોપેડ પર સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટેન્કર ચાલકને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news