Surat: શોખીન સુરતીલાલાઓ માટે બનાવી 'ગોલ્ડન ઘારી', ભાવ સાંભળી મગજ ભમી જશે
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરતી (Surat) લાલાઓ હંમેશા કંઈક નવું કરવામા માને છે ત્યારે આ વર્ષે કોરોનાકાળ (Coronavirus) માં પણ સુરતીઓએ ચંડીપડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ચંદી પડવા (Chandipadva) માટે ખાસ ખાવામાં આવતી ઘારી (Ghari) ને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી (Golden Ghari) બનાવવામાં આવી છે.
સુરત (Surat) ની ઘારી આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને આ વખતે ચંદીપડવો (Chandipadva) સોનેરી બનવા જઈ રહ્યો છે. કારણકે સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા ૨૪ કેરેટ દ્વારા સોનાના વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઈ છે. સુરતીઓએ ખાણી પીણીમાં ક્યારેય મોંઘવારીનો સમય જોયો નથી એ વાતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. ત્યારે સુરતમાં હાલ કેસર પિસ્તા ફ્લેવરમાં આ ગોલ્ડન ઘારી (Golden Ghari) તૈયાર કરવામાં આવી છે.
સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી
ચંડી પડવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક ઇન્કવાયરીઓને પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હાલ 10 કિલોગ્રામ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે.આ ઘારીની બનાવટમાં ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે ઘારી પર સોનાની વરખ ચડાવવામાં આવે છે.
સુરતની ઘારીની ડિમાન્ડ ફક્ત ગુજરાત (Gujarat) કે ભારત (India) માં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે.ત્યારે આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી છે.
રાધાબેન મીઠાઈવાલાએ કહ્યું કે, પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જે તે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે. અને 10 દિવસ સુધી આ ઘારી બગડ્યા વગર રહી શકે છે અને હાલ ૯૦૦૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે