સુરતમાં ગેંગવોરે હદ પાર કરી, માથાભારે સૂર્યા મરાઠીની ઘાતકી હત્યા, હુમલો કરનાર હાર્દિક પટેલનું પણ મર્ડર
સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં સૂર્ય મરાઠી અને ડાહ્યા ગેંગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જૂની અદાવત ચાલી આવી છે. જોકે વેડરોડ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આ બંને ગેંગ વચ્ચે દુશ્મનાવટ પણ ચાલી આવતી હોવાના સ્પષ્ટ પુરાવા મળી રહ્યા હતા. જેને લઇને છેલ્લા કેટલાક સમયથી અનેક હુમલાની આ ઘટનાઓ બની રહી હતી. જોકે આ ગેંગવોરને પગલે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડી રહ્યાં છે.
(સૂર્યા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારનાર હાર્દિક પટેલની તસવીર)
સૂર્યાને મારનાર હાર્દિકનું પણ મોત
બન્યું એમ હતું કે, મનુ બારૈયા હત્યા કેસમાં સુર્યા મરાઠી સહિતના સાતેય આરોપીને પુરાવાના અભાવે કોર્ટે તમામને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જેના બાદ ચાર દિવસ પહેલા જ સૂર્યા મરાઠી જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. એક સમયે સૂર્યાનો ખાસ સાગરિત અને જમણો હાથ ગણાતો હાર્દિક પટેલ આજે તેનો દુશ્મન બની ગયો છે. ત્યારે આજે સવારે સુરતના ચોક બજાર વિસ્તારમાં હાર્દિક પટેલ અને તેના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કરાયો હતો. કાર અને મોટર સાયકલ પર આવેલા હુમલાખોરોએ સૂર્યા પર ઘાતકી હુમલો કર્યો હતો. સૂર્યો પર હુમલો થયાની જાણ થતા જ તેના સાગરિતો તાત્કાલિક દોડી આવ્યા હતા. તેઓએ હાર્દિક પટેલ અને તેના સાગરિતોનો પીછો કર્યો. જેમાં હાર્દિક પટેલ પકડાયો હતો. કોઝવે પર પકડાયેલા હાર્દિક પટેલ પર સૂર્યા મરાઠીના સાગરિતો દ્વારા વળતો હુમલો કરાયો હતો, જેમાં હાર્દિક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
હાર્દિકની પત્નીનું સૂર્યા મરાઠી સાથે પ્રેમપ્રકરણ હતું
આ ખૂની ખેલ વચ્ચે માથાભારે ડોન સૂર્યા મરાઠી અને તેને મારનાર હાર્દિક પટેલ બંનેના મોત નિપજ્યાં છે. ઘટના બાદ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, હાર્દિકે પ્રેમ પ્રકરણ મામલે પોતાના જ એક સમયના ડોન સૂર્યા મરાઠીનું ખૂન કર્યું હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, હાર્દિકની પત્નીનું સૂર્યા મરાઠી સાથે પ્રેમપ્રકરણ હતું, જેથી લાગ વળતા જ હાર્દિકે સૂર્યા પર હુમલો કર્યો હતો.
મનુ બારૈયાની હત્યાના આરોપમાં સૂર્યા જેલમા હતો
સુરતમાં વર્ષોથી મનુ બારૈયા અને સૂર્યા મરાઠી વચ્ચે ગેંગવોર ચાલી રહ્યું છે. 2016ના વર્ષે 17 એપ્રુલના રોજ કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં આવેલા અમર હેર આર્ટમાં મનું બારૈયા દાઢી કરાવવા આવતા સુર્યા મરાઠીએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં મનુ બારૈયાનું મોત નિપજ્યું હતું. તેના બાદથી સૂર્યા મરાઠી જેલમાં હતો. ચાર વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ સેશન્સ કોર્ટે 5 ફેબ્રુઆરી, 2002ના રોજ સૂર્યા મરાઠીને શંકાનો લાભ આપીને મુક્ત કર્યો હતો. આમ, પાંચ દિવસની અંદર જ સૂર્યાની હત્યા કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે