Ram Mandir Donation: રામ મંદિર માટે આ ગુજરાતી વેપારીએ દાન કર્યું 101 કિલો સોનું, મંદિર બન્યુ સુવર્ણજડિત
Ram Mandir Prana Pratishtha: અયોધ્યામા રામ મંદિરના નિર્માણ માટે અનેક ગુજરાતીઓએ દાન કર્યું છે, તેમાં સુરતનો ડાયમંડ કિંગ પરિવાર સૌથી ટોચ પર છે
Trending Photos
Ayodhya Ram Mandir Donation: રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકોએ ખોબલે ભરીને દાન આપ્યું છે. જેમાં દાનવીર ગુજરાતીઓ ટોપ પર છે. અનેક ગુજરાતીઓએ રામ મંદિર માટે યથાશક્તિ ફાળો આપ્યો છે. પરંતુ કેટલાક અમીર દાતાઓએ ખોબલે ભરીને દાન આપ્યું છે. ત્યારે ગુજરાતના વધુ એક દાનવીરનું નામ સામે આવ્યું છે. આ દાનવીરે રામ મંદિરને 101 કિલો સોનાનું દાન કર્યું છે. જેટલા લોકોએ રામ મંદિર માટે દાન કર્યુ હતું એ તમામ લોકોને આમંત્રણ મોકલાયું છે.
લાઠી પરિવાર સૌથી મોટા દાનવીર
રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે. પરંતુ એક વ્યક્તિ એવી છે જેણે દાનના મામલામાં અમીર લોકોને પાછળ છોડી દીધા છે. સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું છે. આ સાથે જ તેઓ રામ મંદિર માટે સૌથી મોટા દાનવીર બન્યા છે. આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે.
ગુજરાતમાંથી આ હસ્તીઓને મળ્યું રામ મંદિરનું આમંત્રણ, જેઓએ ખોબલે ભરીને આપ્યું છે દાન
આ સોનામાંથી મંદિરને સોનાજડિત કરાયું
લાઠી પરિવાર દ્વારા દાન કરાયેલા સોનામાંથી અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવામાં આવ્યો છે. આ 101 કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરવામાં આવ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે.
કુલ 68 કરોડનું સોનું થાય છે
હાલ બજારન કિંમત મુજબ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 68 હજાર રૂપિયા છે. એક કિલો સોનાની કિંમત લગભગ 68 લાખ રૂપિયા થાય, એટલે કે 101 કિલો સોનાની કુલ કિંમત અંદાજે 68 કરોડ રૂપિયાથી વધુ થાય.
રામ મંદિર માટે આ બે ગુજરાતીઓએ આપ્યા સૌથી વધુ રૂપિયા, મળ્યું આમંત્રણ
ગુજરાતમાંથી કોણે કેટલું દાન કર્યું
- મોરારીબાપુ - 16 કરોડથી વધુ
- ગોવિંદભાઇ ધોળકીયા - શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ
- જયંતિભાઇ કબૂતરવાલા - કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ
- સવજીભાઇ ધોળકીયા - શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ
- લવજીભાઇ બાદશાહ - ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ
- ઘનશ્યામભાઇ શંકર - હીરા ઉદ્યોગપતિ
- પ્રભુજી ચૌધરી
- સંજયભાઇ સરાવગી - ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકાર
- વિનોદભાઇ અગ્રવાલ
- દ્વારકાદાસ મારુ
- જગદીશભાઇ પ્રયાગ
- સી.પી. વાનાણી
- દિનેશભાઇ નાવડીયા - હીરા ઉદ્યોગકાર
- અરજણભાઇ ધોળકીયા
સુરતને કહેવાય છે દાનવીર કર્ણની ભૂમિ
સંજય સરાવગી કહે છે કે, તેમના પૂર્વજોનું કોઈ સત્કાર્ય રહ્યુ હશે કે, જેના કારણે તેઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે તક મળી છે. આપણ સૌ માટે આ શુભ અવસર છે. રામ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય હજી ચાલુ છે. જો આગળ પણ ધનની જરૂર પડશે તો સુરતના લોકો તે પણ ઉભુ કરી આપશે. સુરતના તમામ સમાજના લોકો દાન કરવા માટે તૈયાર છે. કારણ કે, સુરતને દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે