શોર્ટકટથી રૂપિયા કમાવવા યુવાન નકલી ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ બન્યો, ચા-વાળા પાસે પૈસા માંગવા ભારે પડ્યા!

સુરત સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ સચિન હોજીવાલા પાસે ચા ની દુકાન પર બાઈક પર બેઠો છે અને પોતાનું નામ અંકિત ભાઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ વાળા હોવાનું જણાવે છે..

શોર્ટકટથી રૂપિયા કમાવવા યુવાન નકલી ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ બન્યો, ચા-વાળા પાસે પૈસા માંગવા ભારે પડ્યા!

સુરત: શહેરમાં પોલીસની આડમાં રૂપિયા કમાવવા માટે એક યુવાન પોતે નકલી ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ બની ગયો હતો અને બાદમાં લોકો પાસેથી રૂપિયા પડાવવા લાગ્યો હતો. જોકે બાદમાં નકલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બનીને ખોટા કામ કરનાર યુવકને અસલી પોલીસ સામે ભેટો થઈ જતા તેની ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીની ખોટી ઓળખ આપી તેમજ પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કરી ૩૫૦૦ રૂપિયાની માંગણી કરતા એક ઈસમને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે એક બાઈક, મોબાઈલ અને રોકડા રૂપિયા 86590 મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી.

સુરત સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ સચિન હોજીવાલા પાસે ચા ની દુકાન પર બાઈક પર બેઠો છે અને પોતાનું નામ અંકિત ભાઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ વાળા હોવાનું જણાવે છે અને પોલીસ વિભાગ દ્વારા ચાની કેબીન આપવામાં આવશે તેવી વાત કહી 3500 રૂપિયા માંગ્યા છે. માહિતીના આધારે સચિન પોલીસના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં નકલી પોલીસ બનીને રૂપિયાની ઉઘરાણી કરતા યુવકને સુરતની અસલી સચિન પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરી હતી.

સચિન પોલીસે તેની પાસે આઈકાર્ડ માંગતા તેણે આઈકાર્ડ બનાવવાનું બાકી છે તેમ કહ્યું હતું જેથી પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી જણાવ્યું હતું અને તે પોલીસમાં નોકરી કરતો ના હોવાનું કબુલ્યું હતું. અને પોતાને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોય તે પોલીસ જેવું ખાખી પેન્ટ, બેલ્ટ તેમજ બાઈકમાં ડંડો લગાવી ફરતો હતો. આ ઉપરાંત પોલીસ જેવા વાળ પર કટ કરાવ્યા હતા. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 86590, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી. 

આમ સચિન પોલીસે પોતે પોલીસ વિભાગના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપનારની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપીએ આવી રીતે કોઈ પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે મામલે પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news