સુરતના હીરા ઉદ્યોગ પર આવ્યું મોટું સંકટ, આફ્રિકન સરકારના એક નિયમથી હીરાનગરીની ચમક ઝાંખી થશે

Surat News : સારી ક્વોલિટીની રફ જોઈતી હોય તો બોત્સવાનામાં ફરજિયાત હીરાના યુનિટો શરૂ કરવા માટે બોત્સવાના સરકાર દ્વારા જબરદસ્તી કરાય છે. જેને લઈને અનેક સુરતના હીરા વેપારીઓએ બોત્સવાના સહિતના વિવિધ દેશોમાં કારખાના શરૂ કર્યા છે

સુરતના હીરા ઉદ્યોગ પર આવ્યું મોટું સંકટ, આફ્રિકન સરકારના એક નિયમથી હીરાનગરીની ચમક ઝાંખી થશે

African Government ચેતન પટેલ/સુરત : હાલ સુરતમાં આયાત થતી કુલ હીરાની રફમાંથી 35 ટકા જેટલી રફ આફ્રિકાના બોત્સવાનાથી આવે છે. બોત્સવાના સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરા જેમને જોઈતા હોય તેવા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કરવા પડશે. હીરા ઉદ્યોગમાં કિ-રોમટીરીયલ્સ રફ હીરા છે. ત્યારે હીરા વેપારીઓએ તેમને ઉદ્યોગ શરૂ રાખવા દબાણ વશ થઈને જબરદસ્તીથી બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કરવા પડી રહ્યા છે.

શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં કોમર્સ મંત્રી પિયુષ ગોયલની શહેરના હીરા ઉદ્યોગપતિઓ સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હીરા વેપારીઓએ પિયુષ ગોયલને આ બાબતે પણ રજૂઆત કરી હતી. હીરા ઘસવાની આવડત એ કલા છે. સુરત આ કલાથી દુનિયાભરમાં જાણીતું છે. આ કલા જો વિદેશમાં જાય તો સુરતની રોજગારી પર અને વિદેશમાં કોમ્પિટીશન પણ વધી શકે છે. સારી ક્વોલિટીની રફ જોઈતી હોય તો બોત્સવાનામાં ફરજિયાત હીરાના યુનિટો શરૂ કરવા માટે બોત્સવાના સરકાર દ્વારા જબરદસ્તી કરાય છે. જેને લઈને અનેક સુરતના હીરા વેપારીઓએ બોત્સવાના સહિતના વિવિધ દેશોમાં કારખાના શરૂ કર્યા છે. 

હીરા ઘસવાની આવડત એ એક પ્રકારની કલા છે. વિદેશમાં કારખાના શરૂ કરવાથી આ કલા ચોરી થવાનો ભય સુરતના અમુક હીરા વેપારીઓને હતો, જેને લઈને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરી હતી.સુ રતના જે વેપારીઓ 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરાનું કટ એન્ડ પોલિશ્ડ કરે છે તેવા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરા યુનિટો શરૂ કરી દીધા છે. એક અંદાજ પ્રમાણે, 25 જેટલા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કર્યા છે. અંદાજે તેમાં 300 સુરતના રત્નકલાકારો કામ કરી રહ્યાં છે અને બોત્સવાનાના સ્થાનિકોને હીરા ઘસતાં શિખવાડી રહ્યા છે.

આફ્રિકાના બોત્સવાનામાં, રશિયામાં, ઓસ્ટ્રેલિયા સહિત અલગ અલગ દેશોમાં સુરતના હીરા વેપારીઓના કારખાના છે. જેમાં અંદાજે 1 હજારથી વધારે સુરતના રત્નકલાકારો કામ કરી રહ્યા છે. આ કારીગરોને કંપની દ્વારા ડબલ પગાર આપવામાં આવે છે. જે-તે દેશમાં રહેવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. પ્લેનની ટિકિટનો ખર્ચ પણ કંપની દ્વારા જ આપવામાં આવે છે. રત્નકલાકારો વિદેશમાં જઈને હીરા ઘસતા શિખવાડશે તો વિદેશના લોકોને પણ હીરા ઘસતા આવડી જશે. જેથી કોમ્પિટીશન ઉભી થશે. સરકારે રસ્તો કાઢવો જોઇએ’

જીજેઈપીસીના ચેરમેન વિજય માંગુકિયા જણાવે છે કે, ઈન્ટરનેશનલ માઈનરો કટ એન્ડ પોલિશ્ડ કરતી કંપનીઓને બાનમાં લેવા માટે પ્રયાસ કરે છે. આવી દેશો સાથે સરકારે વચ્ચેનો માર્ગ કાઢવો જોઈએ. બોત્સવાનામાં રોજગારી વધે તે માટે બોત્સવાના સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. બંને દેશોને ફાયદો થાય તે રીતે નિર્ણય લેવો જોઈએ.’ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news