સુરતની ગલીઓમાં ફરતા તમિલનાડુના ચોરોની ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને મગજ ચકરાઈ જશે

ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરી વહેલી સવારે ખુલ્લા ઘરોમાં ઘુસી કિંમતી સામાનની ચોરી કરતી તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના 2 સાગરિતોને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પકડી પાડ્યા છે. પુણા અને સચીન પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં મોબાઇલ સહિત કિંમતી સામાનોની વહેલી સવારે ચોરી થઈ હતી. ત્યારે પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂ 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરતની ગલીઓમાં ફરતા તમિલનાડુના ચોરોની ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને મગજ ચકરાઈ જશે

ચેતન પટેલ/સુરત :ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરી વહેલી સવારે ખુલ્લા ઘરોમાં ઘુસી કિંમતી સામાનની ચોરી કરતી તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના 2 સાગરિતોને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પકડી પાડ્યા છે. પુણા અને સચીન પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં મોબાઇલ સહિત કિંમતી સામાનોની વહેલી સવારે ચોરી થઈ હતી. ત્યારે પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂ 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંધ અને દિવ્યાંગનો વેશ કરીને આવતા ચોર
સુરતના વિવિધ વિસ્તારોમાં અંધ, ભિખારી અને ગાંડાનો વેશ ધારણ કરી વહેલી સવારે ખુલ્લા ઘરોને નિશાન બનાવી ચોરી કરવાની ઘટના વધી ગઈ હતી. એક પછી એક આ રીતની ચોરીઓની ઘટનાઓ વધતા સુરત પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. આ ગેંગને પકડવા પોલીસ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. દરમિયાન એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, આ જ રીતે ચોરી કરનાર ગેંગ સુરત પર્વત પાટિયા કેનાલ પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂપિયા 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

તમિલનાડુની ગેંગ ગુજરાતમાં ચોરી કરતી
પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ મુનીશાલી વઢી અને રવિચંદ્રન વઢી જણાવ્યું હતું. તેઓ મૂળ તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના સાગરીત હોવાનો પણ ખુલાસો થયો. તથા તેઓની અલગ અલગ ટીમો વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં ગાંડા, અંધ અને ભિખારી બની ફરતી હતી. જ્યાં પણ ખુલ્લું ઘર મળે કે તરત જ હાથ ફેરો કરી ભાગી છુટતા હતા. આ જ રીતે તેમની ગેંગે જામનગર માં પણ હાથફેરો કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news