સુરત: યુવાનીમાં દિલધડક લૂંટને આપ્યો હતો અંજામ અને ઘડપણ થઇ ધરપકડ, જાણો સમગ્ર મામલો

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જશમીન સિલ્ક મિલ ફેકટરીમાં વર્ષ 1999માં બનેલી રૂપિયા 4.70 લાખની દિલ ધડક લૂંટની ઘટનામાં ફરાર મુખ્ય આરોપીને 21 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત: યુવાનીમાં દિલધડક લૂંટને આપ્યો હતો અંજામ અને ઘડપણ થઇ ધરપકડ, જાણો સમગ્ર મામલો

તેજસ મોદી, સુરત: "અપરાધી ચાહે કહા ભી છીપ જાયે લેકિન પુલીસ કે હાથ અપરાધી તક પહોંચ હી જાતે હૈ, "હિન્દી ફિલ્મના ડાયલોગને સુરત પોલીસ માટે સાર્થક બની છે. છેલ્લા એકવીસ વર્ષ જુના લૂંટ અને ધાડના ગુનામાં ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પોતાના અન્ય છ જેટલા સાગરીતો સાથે મળી એકવીસ વર્ષ અગાઉ આરોપીએ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ફેકટરીમાં જ્યાં તે કામ કરતો હતો, ત્યાં ફેકટરીના વોચમેનને બંધક બનાવી ચાર લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે લૂંટની આ ઘટનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી ચુકી હતી.

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જશમીન સિલ્ક મિલ ફેકટરીમાં વર્ષ 1999માં બનેલી રૂપિયા 4.70 લાખની દિલ ધડક લૂંટની ઘટનામાં ફરાર મુખ્ય આરોપીને 21 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી રામચરણ ઉર્ફે અજય પાલે પોતાના અન્ય છ જેટલા સાગરીતો સાથે મળી ફેકટરીના વોચમેનને રાત્રી દરમ્યાન બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી રામચરણ ઉર્ફે અજય પાલ ફેકટરીમાં સાત માસ નોકરી કરી ચુક્યો હતો. જ્યાં નોકરી છોડ્યા બાદ પોતાના સાગરીતો સાથે મળી પગારના દિવસે જ બેધડક લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.

21 વર્ષ જુના સચિન જીઆઇડીસી પોલીસ મથક હદ વિસ્તારમાં બનેલ આ લૂંટનો ગુનો ખૂબ જ બહુચર્ચિત બન્યો હતો. જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓને અગાઉ ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી રામચરણ સહિત અન્ય ત્રણ આરોપીઓ નાસતા-ફરતા ફરી રહ્યા હતા. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચે મળેલ માહિતીના આધારે સચિન ના કનકપુર કનસાડ રેલવે ગરનાળા નજીકથી આરોપી રામચરણ ઉર્ફે અજય પાલ ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપી છેલ્લા 21 વર્ષથી સચિન વિસ્તારમાં જ રહેતો હતો. જો કે હમણાં સુધી પોલીસને તે અંગેની જાણકારી ના મળતા તે પોલીસ થી બચતો ફરી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પોતે ફેકટરીમાં કામ કરતો હતો અને બાદમાં નોકરી છોડી લાખો રૂપિયાની લૂંટ કરી હતી. જો કે લૂંટની ઘટનાના 21 વર્ષ વીત્યા છતાં સ્થાનિક પોલીસ આરોપીને પકડવામાં માત્ર ને માત્ર હવામાં બાચકા મારી રહી હતી. આરોપી જ્યારે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ગયો છે ત્યારે તેની હાલની ઉંમર 48 વર્ષ જેટલી થઈ ચૂકી છે. જે સમયે તેણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો,તે સમયે તેની ઉંમર 25 વર્ષ હતી. જો કે 21 વર્ષ બાદ ચકચારીત લૂંટની આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે. "અપરાધી ચાહે કહા ભી છીપ જાયે લેકિન પુલીસ કે હાથ અપરાધી તક પહોંચ હી જાતે હૈ,"ત્યારે હિન્દી ફિલ્મના આ ડાયલોગને સુરત પોલીસ માટે સાર્થક બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news