ચાલુ એમ્બ્યુલન્સમાં સુરતના કપલની કામલીલા, એકબીજાને આલિંગન આપી ગંદી હરકતો કરી, કાચમાંથી બહાર બધુ દેખાયું

Couple Romance In Ambulance : સુરત શહેર ફરી થયું શર્મસાર.. અડાજણના રસ્તા પર એમ્બ્યુલન્સમાં કપલની કામલીલા...એમ્બ્યુલન્સમાં પ્રેમલીલા કરતા યુગલનો વીડિયો થયો વાયરલ.... 
 

ચાલુ એમ્બ્યુલન્સમાં સુરતના કપલની કામલીલા, એકબીજાને આલિંગન આપી ગંદી હરકતો કરી, કાચમાંથી બહાર બધુ દેખાયું

Surat News : આજકાલ કપલ શરમ ભૂલી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરવા લાગ્યા છે કે જોનારા શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના બની છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના પ્રેમલીલાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કામલીલા જોવા મળી છે. એમ્બ્યુલન્સમાં કપલની પ્રેમલીલાનો વીડિયો વાયરલ થયો છે. 

સુરતના અડાજણ બ્રિજ પર ખાનગી એમ્બ્યુલન્સમાં એક કપલ શરમજનક હરકત કરતું જોવા મળ્યું. કપલની પ્રેમલીલા રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ જોઈ. એમ્બ્યુલન્સના કાચમાંથી કપલની આ અશ્લીલ હરકતો સ્પષ્ટ દેખાતી હતી. જેથી જોનારાએ તેનો વીડિયો બનાવ્યો હતો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સમાં કપલનો પ્રેમલીલાનો વિડીયો વાયરલ થયો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 10, 2023

 

એમ્બ્યુલન્સમાં અશ્લીલ હરકત ચર્ચામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે. એમ્બ્યુલન્સનું રજિસ્ટર એડ્રેસ વૈભવ બ્લોક ન્યુ નર્સિંગ ક્વાર્ટર, સુરત સિવિલ હોસ્પિટલ બતાવે છે. એમ્બ્યુલન્સ રજિસ્ટ્રેશન આ નામે અને એડ્રેસ પર ઓનલાઇન બતાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news