સુરતમાં ઉધના પાસે સીટી બસ ચાલકે 3ને અડફેટે લીધા, 2 મોત

સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક બીઆરટીએસ માર્ગમાં ઝેબ્રા ક્રોસિંગ કરતી વેળાએ પુરપાટ ઝડપે આવતી સીટી બસના ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું, જ્યારે અન્ય બે ને ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સીટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી, ગંભીર રીતે ઘાયલ અન્ય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં મોત

સુરતમાં ઉધના પાસે સીટી બસ ચાલકે 3ને અડફેટે લીધા, 2 મોત

ચેતન પટેલ/સુરતઃ સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક બીઆરટીએસ માર્ગમાં ઝેબ્રા ક્રોસિંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવેતી સીટી બસના ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું, જ્યારે અન્ય બે ને ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સીટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ગંભીર રીતે ઘાયલ દિનેશભાઈનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 

સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતા રોશનીબેન પટેલ તેમની બે વર્ષની દિકરી વિની સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. ઉધના ત્રણ રસ્તા નજીકના બીઆરટીએસ માર્ગમાંથી પ્રિતિબેન પોતાની દીકરી વિની તથા અન્ય દિનેશ ભાઇ નામના શખ્સ ઝેબ્રા ક્રોસિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી સીટી બસના ચાલકે આ ત્રણેયને અડફેટે લેતાં તમામ લોકો ફંગોળાયા હતા. 

અકસ્માતમાં બે વર્ષની બાળકી વિનીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું, જ્યારે માતા રોશનીબેન તથા અન્ય દિનેશભાઇ ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત થતાં ડ્રાઈવર બસ છોડીને ભાગી છુટયો હતો. અહીં રોષે ભરાયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કરી તેમાં તોડફોડ કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બાળકીના પરિજનોએ મૃતદેહ લેવાનો ઈનકાર કરી દીધો છે. 

લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા
હાલ ઈજાગ્રસ્ત બે પૈકી દિનેશભાઇની હાલત અંત્યત નાજુક હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ ગયું છે.  આ બનાવમા ઉધના પોલીસે ઘટના કઇ રીતે બની છે તે અંગે સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા હતા. અકસ્માત બનતાની સાથે જ લોકોના ટોળા બીઆરટીએસ રૂટમાં તથા રસ્તા પર આવી ગયા હતા. જેને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે સીટીબસના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બસના ડ્રાઈવર અને કન્ડક્ટરની મોડી રાત્રે ધરપકડ કરી લીધી છે. 

ચાર દિવસમાં બીજી ઘટના
સીટી બસ ચાલકો એટલી બેફામ રીતે બસ હંકારે છે કે તેનો પુરાવો એ છે કે છેલ્લા ચાર દિવસમાં બે અકસ્માત થયા છે. જેમાં બેનાં મોત નીપજયાં છે. ત્રણ દિવસ અગાઉ સુરતના મોરાભાગળ ખાતે એક મહિલાને અડફેટે લીધી હતી. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. 

ઝેબ્રા ક્રોસિંગ પણ સલામત નથી
ઝેબ્રા ક્રોસિંગ રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલા હોય છે. આ ઘટનામાં રાહદારીઓ ઝેબ્રા ક્રોસિંગ પરથી કાયદેસર રીતે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તેમ છતાં પણ બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરતા સીટી બસના ચાલકને રાહદારી દેખાયા નહીં અને તેણે પૂરપાટ ઝડપે બીઆરટીએસ રૂટમાં બસ હંકારી હતી. શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગને કારણે વધુ અકસ્માતો થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news