કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની વર્ક પરમીટ વિઝાની લાલચમાં ગુજરાતના 100 થી વધુ છેતરાયા

Study Abroad Fruad : વિદેશ જવાના ખ્વાબ જોનારા એજન્ટોની માયાજાળમાં ન ફસાયા.... વિદેશ મોકલવાના ખ્વાબ બતાવીને એજન્ટ રૂપિયા લઈ ભાગી ગયો, 100 લોકોને છેતરીને કરોડોનું કૌભાંડ કર્યું

કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની વર્ક પરમીટ વિઝાની લાલચમાં ગુજરાતના 100 થી વધુ છેતરાયા

Surat News ચેતન પટેલ/સુરત : લોકોને વિદેશમાં જવા માટે ધેલછા લાગી ત્યાં લોકોનો આ લાભ લઈને છેતરપિંડી કરવામાં આવી રહી છે. સુરતમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં જોબનું પ્રલોભન આપ્યું અને વિઝા, વર્ક પરમિટના બહાને ૧૦૦થી વધુ લોકો પાસે લાખો રૂપિયા ખંખેરી લેવાયા છે. ત્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી ભાગી જતા પોલીસે ગુનો નોંધી તપા શરૂ કરી છે.

સુરતમાં વિદેશ મોકલવાના નામે મોટી છેતરપીંડી આચરવામાં આવી છે. ઉતરાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 30 લોકો પાસેથી કરોડો પડાવ્યા હોવાનો આરોપ લગાવાયો છે. વેપારીએ પત્નીને કેનેડા મોકલવાના ચક્કરમાં 6 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વેપારીના રૂપિયા લઈને એજન્ટ ભાગી ગયો. ત્યારે ઉત્રાણ પોલીસે ભાગેડું એજન્ટ જયદીપ પટેલ સામે ગુનો નોંધ્યો છે. આ એજન્ટ થકી 100 થી વધુ લોકો ભોગ બન્યા હોવાની સુરત પોલીસને શક્યતા છે. ત્યારે 1 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું અનુમાન છે. 

સુરત શહેરના મોટા વરાછાના લજામણી ચોક સ્થિત મેરીડીયન બિઝનેશ સેન્ટરમાં આવેલી ઇગોન ઇમિગ્રેશનનો સંચાલક કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા આપવા લાલચ આપી 100 થી વધુ લોકો પાસે લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ઘટનામાં સુરત શહેરમાં પુણા ગામના ગુલાબ ચોક નજીક કોળીવાડ ફળીયામાં રહેતા ફર્નિચર વેપારી કલ્પેશ પરસોત્તમ પટેલ પત્ની ભુમિને કેનેડા મોકલવા માટે મે ૨૦૨૩ માં પોતાના ફેસબુક આઇડી પર ઉપર જાહેરાત જોઈ હતી. તેમણે મોટા વરાછાના લજામણી ચોક સ્થિત મેરીડીયન બિઝનેશ સેન્ટર ખાતે ઇગોન ઇમિગ્રેશનના સંચાલક જયદીપ મહેન્દ્ર પટેલનો સંર્પક કર્યો હતો. જયદીપે કેનેડાના વર્ક વિઝાનો રૂ૧૫ લાખનો ખર્ચ અને રૂ. ૧૦ લાખ પોતાની ઓફિસમાં જમા કરાવવાના અને રૂ. ૫ લાખ કેનેડામાં જોબ ચાલુ થાય ત્યારે દર મહિને રૂ. ૫૦ હજાર લેખે ૧૦ મહિના સધી કપાશે તેવી લોભામણી લાલચ આપી હતી.

કેનેડા જવા માટે ડોક્યુમેન્ટ્સ તથા એડવાન્સ પેટે રોકડા રૂ. ૧ લાખ આપ્યા હતા. જયદીપે. કલ્પેશને વિશ્વાસ કેળવવા રૂ. ૧ લાખની સામે સિક્યુરીટી પેટે તારીખ વગરનો રૂ. લાખનો સહીવાળો ચેક આપ્યો હતો. ત્યાર બાદ સ્ટેમ્પ પેપર ઉપર નોટોરાઇઝ છે, લખાણ કરાવી જોબ ઓફર લેટરનો મેઇલ આવશે તેવું કહીને બીજા લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં વીસેક દિવસ બાદ કેનેડાના શોપર્સ લેન્ડમાર્ક મોલનો જોબ લેટર મેઇલ થકી મોકલાવી રૂ. ૨ લાખ લઇ લીધા હતા.  તેની સામે પણ સિક્યુરીટી પેટે ચેક આપ્યો હતો. 

ત્યાર બાદ જયદીપે વધુ રૂ. લાખની માંગણી કરતા કલ્પેશના સસરાના બેંક એકાઉન્ટનો રૂ. ૩ લાખનો ચેક આપ્યો હતો અને જયદીપે તારીખ ૧૫ કરી દેતા કલ્પેશ ઇગોન ઇમિગ્રેશનની ઓફિસ ખાતે ગયો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે જયદીપ ૨૫ થી ૩૦ જણાને વર્ક પરમીટ વિઝાના બહાને લાખ્ખો રૂપિયા ઉઘરાવી ભુગર્ભમાં ઉતરી ગયો. આ બાબતે લોકોને ખ્યાલ આવતા તાત્કાલિક ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે મુખ્ય સંચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news