સુરજ ભુવાએ વીડિયો જાહેર કર્યો અને યુવતી સામે લગાવ્યા એવા આરોપ કે તમે વિચારતા થઇ જશો

શહેરમાં ત્રણ દિવસ પહેલા સુરજ ભુવાજી નામના એક વ્યક્તિ વિરુદ્ધ યુવતી દ્વારા બળાત્કારની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી હતી. આ અગાઉ તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ભારે હોબાળો થયો હતો. પોલીસ દ્વારા તત્કાલ અસરથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે ફરિયાદ દાખલ કરાવવા માટેની તજવીજ પણ હાથ ધરી હતી. યુવતીનું નિવેદન નોંધીને આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. 
સુરજ ભુવાએ વીડિયો જાહેર કર્યો અને યુવતી સામે લગાવ્યા એવા આરોપ કે તમે વિચારતા થઇ જશો

રાજકોટ : શહેરમાં ત્રણ દિવસ પહેલા સુરજ ભુવાજી નામના એક વ્યક્તિ વિરુદ્ધ યુવતી દ્વારા બળાત્કારની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી હતી. આ અગાઉ તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ભારે હોબાળો થયો હતો. પોલીસ દ્વારા તત્કાલ અસરથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે ફરિયાદ દાખલ કરાવવા માટેની તજવીજ પણ હાથ ધરી હતી. યુવતીનું નિવેદન નોંધીને આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. 

પોતાનાં નિવેદનમાં યુવતીએ જૂનાગઢના સુરજ ભુવાજી નામના વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, આ વ્યક્તિએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં પણ 2 દિવસ બાદ ફરિયાદ દાખલ થઇ હતી. યુવતીની ફરિયાદ બાદ આરોપી સુરજ સોલંકી ફરાર થઇ ગયો હતો. પોલીસ તેને શોધી રહી છે. દરમિયાન આ સુરજ ભુવાજીનો વીડિોય સામે આવ્યો છે. જેમાં ભુવાજીએ પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનો દાવો કર્યો છે. આ યુવતી દ્વારા વારંવાર તેની પાસે પૈસાની અને અન્ય માંગણીઓ કરાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત જ્યારે તે માંગ સંતોષી શકે તેવી સ્થિતિ નહી રહેતા યુવતીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આખરે તેણે બળાત્કારની ખોટી ફરિયાદ દાખલ કરાવી છે. 

સુરજ ભુવાએ જણાવ્યું કે, મને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મારી વિરુદ્ધ થયેલી ફરિયાદ ખોટી છે. મારા પ્રેમ સંબંધનો તે યુવતી દ્વારા વારંવાર ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે મારી પાસે ખોટી ખોટી ડિમાન્ડ કરતી રહેતી હતી. મે તેની થઇ શકે તેટલી ડિમાન્ડ તો પુરી કરી. પરંતુ તેની ડિમાન્ડ વધતી જ જતી હતી. જે મારાથી પુરી થઇ શકે તેમ નહોતી. જેથી આખરે તેણે મારી વિરુદ્ધ બળાત્કાર કરવાનું ષડયંત્ર રચી લીધું છે. તેણે ડાયવોર્સની માંગણી કરી તેના પુરાવા પણ મારી પાસે છે. ત્યારે તેણે 25 લાખ રૂપિયા રોકડા અને એક ફ્લેટની માંગણી કરી હતી. જે મે પુરી નહી કરતા તેણે ખોટી ફરિયાદ દાખલ કરાવી દીધી છે. 

હું ક્યાંય પણ ભાગી નથી ગયો. હું હાલ પુરાવા એકત્ર કરી રહ્યો છું. તમામ પુરાવા એકત્ર થયા બાદ હું સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થઇ જઇશ. અત્રે નોંધનીય છે કે, મહિલાએ દવા પીને પોતાની સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જેમાં તેણે સુરજ ભુવા અને તેના બે મિત્રો તેને પરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું. વારંવાર તેની સાથે મારકુટ થતી રહેતી હોવાના આરોપો લગાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news