સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, યુવરાજ સિંહનો વધુ એક ધડાકો

Government Exam Scam : વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારી નોકરીની ભરતીમાં ડમી ઉમેદવારોના કૌભાંડનો પર્દાફાશ કર્યો, તેમણે નામો સાથેનું લિસ્ટ જાહેર કર્યું  

સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, યુવરાજ સિંહનો વધુ એક ધડાકો

Government Job Scam : વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે વધુ એક લેટર બોમ્બ ફોડીને ધડાકો કર્યો છે. તેમણે ડમી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પુરાવા સાથે યુવરાજ સિંહે નકલી ઉમેદવારોના નામનુ લિસ્ટ જાહેર કર્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, ડમી ઉમેદવાર હોય છે પરીક્ષા આપનાર અને નોકરી લેવાનાર જુદા જુદા હોય છે. ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોર પંથકના હોશિયાર વિદ્યાર્થી ઓને પરીક્ષામાં બેસાડવામાં આવે છે. નકલી માર્કશીટ બનાવવાની વાત સામે આવી છે. ધોરણ ૧૦ ની માર્કશીટ ૯૦ ટકા મેળવવામાં હોય છેગ્રામ સેવક 2021 22 ની ભરતી માં પરીક્ષા આપનાર અલગ અને નોકરી લેનાર અલગ હોવાનો આક્ષેપ કર્યો છે. પરીક્ષા આપવા માટે નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપતા હતા.

યુવરાજ સિંહે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે ડમી ઉમેદવાર.  આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે.  આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર જોવા જઈએ જે મારા ધ્યાનમા છે બાકી આના કરતા પણ અન્ય હોઇ શકે છે,

ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા,    દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કરેલ છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.

ડમી ઉમેદવારની યાદી:
1.  ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
2.  કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
3.  અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ 
(ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
4.  જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષા થી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી. 

હવે પરીક્ષાનું પેપર ફોડવાની ઝંઝટ પૂરી કેમ કે આ લોકો તો ઉમેદવાર જ ડમી બેસાડે છે અને માર્કશીટ પણ નકલી મેળવી શકે છે.

ડમી / નકલી ઉમેદવારને Cross check કરવા માટે:
1.  જે તે ડમી કે પાસ ઉમેદવારના કેન્દ્રના CCTV ચેક કરી શકે છે.
2.  સાચા ઉમેદવારો ના ફોટા અને પરીક્ષા સમયે આપનાર ઉમેદવાર સાથે ક્રોસ ચેક કરી શકે છે.
3.  ઉમેદવાર ની SIGNATURE (હસ્તાક્ષર)ને ક્રોસ ચેક કરી પારખી શકે છે.
4.  પરીક્ષા દરમિયાન લેવામાં આવતા ફિંગર પ્રિન્ટ ને પણ ક્રોસ ચેક કરીને પુષ્ટિ કરી શકે છે.
5.  CALL LETTER નો અડધો ભાગ જે જે તે ભરતી બોર્ડ દ્વારા જમાં કરવામાં આવે છે તેની સાથે રહેલ માહિતી ને પણ ક્રોસ ચેક કરી શકાય છે જે ભરતી બોર્ડ જોડે જ જમાં હોઈ છે. 

યુવરાજસિંહે કહ્યું કે, સુપરવાઈઝર(નિરીક્ષક) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનાર તપાસ અધિકારીની બેદરકારી / લાપરવાહી કે મીલીભગતથી જ આ શકય બને. એટલે જે તે ભરતી બોર્ડના તપાસ અધિકારી ઉપર પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને આ પ્રકારનું કૌભાંડ ચલાવનાર મુખ્યત્વે શિક્ષણ જગત સાથે સંકળાયેલ અને સીધી કે આડકતરી રીતે ખાનગી સ્કૂલ કે કોલેજો સાથે ઘરોબો ધરાવે છે. અને આમના જે એજન્ટો છે તે કોઈને કોઈ પ્રાઇવેટ કોચિંગ સંસ્થા સાથે પણ જોડાયેલ જોવા મળે છે. ભાવનગર, સુરેન્દ્રનગર કે ગાંધીનગરમાં ચાલતી પ્રાઇવેટ સંસ્થા આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યમાં અગ્રેસર જોવા મળે છે. ફ્રોડ માર્કશીટના કૌભાંડોના માધ્યમથી પોસ્ટ ઓફિસોમાં ટપાલી જેવી નોકરીમાં ખોટી રીતે ઘૂસ મારવી (ધોરણ-૧૦ની પરીક્ષામાં ઊંચી ટકાવારી દેખાડી નોકરી મેળવવી). જે વ્યક્તિ શારીરિક ખોડખાપણ ધરાવતો ન હોઈ તેવા વ્યક્તિઓના PHના સર્ટિ કાઢી નોકરીમાં લાભ પોહચડવાનું કાવતરું ચાલે છે. અને અગણિત લોકો આ રીતે ખોટા સર્ટિ રજૂ કરી વિદ્યાસહાયક, MPHW,LI....... જેવી નોકરી વર્તમાનમાં પણ કરી રહ્યા છે.

યુવરાજ સિંહે કહ્યું કે, અમારી એવી માંગણી છે કે ઉપર આપેલ તમામ વિદ્યાર્થીઓ ને ક્રોસ ચેક કરવામાં આવે અને એની સાથે સાથે તેમના એજન્ટો ને પકડવામાં આવે અને તેની સાથે ખાસ કરીને ૨૦૧૬ પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news