ઓનલાઈન શોપિંગ કરતા આ વેબસાઈટથી રહેજો દૂર, નહીં તો પૈસા પણ જશે અને વસ્તુ પણ નહીં મળે

આ આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચઢાવતા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે

ઓનલાઈન શોપિંગ કરતા આ વેબસાઈટથી રહેજો દૂર, નહીં તો પૈસા પણ જશે અને વસ્તુ પણ નહીં મળે

ઉદય રંજન, અમદાવાદ: હાલમાં ટેકનોલોજી યુગમાં લોકો ઓનલાઇન શોપિંગ વધારે કરતા હોય છે. ત્યારે ઓનલાઇન શોપિંગના નામે લોકોની સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. ઓનલાઇન શોપિંગની ફેક વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા હતા આ ઝડપાયેલા આરોપી...

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન શોપિંગની ડુપલીકેટ વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ www.bagonia.in અને www.bageto.in નામની વેબસાઈટ બનાવી તેમની કંપનીના ડેટા અપલોડ કરી તે ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચાણ માટે મૂકી ફરિયાદીને આર્થિક નુકસાન કરી તેની કંપનીના ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં મેળવી લઈને વસ્તુ નહિ મોકલી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે જ્યારે સાયબર ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી ત્યારે તપાસ કરતા સુરતના બે ઇસમોના નામ સામે આવ્યા હતા. સાયબર ક્રાઈમ દ્વારા સુરતથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ પ્રમાણે ડુપલીકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા આવ્યા છે.


(સાયબર ક્રાઈમ દ્વારા સુરતથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી)

આ આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચઢાવતા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. આ સિવાય તમામ બેંક એકાઉન્ટ અને કેટલાક લોકો સાથે આવી છેતરપિંડી કરી છે અને આવી પાંચ વર્ષમાં કેટલી ડુપલીકેટ વેબસાઈટ બનાવી છે તે બાબતે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news