'હવેથી કોઈનો જીવ નહિ જાય; લોકોને મોતને ઘાટ ઉતારનારને છોડવામાં નહીં આવે', જાણો કોને આપ્યું નિવેદન?

સુરત શહેરના કતારગામ જૂની જીઆઇડીસી ખાતે ગતરો સાંજના સમયે BRTS બસને અન્ય BRTS બસે પાછળથી અડફેટે બસની વચ્ચે રહેલા વાહન ચાલકોનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

'હવેથી કોઈનો જીવ નહિ જાય; લોકોને મોતને ઘાટ ઉતારનારને છોડવામાં નહીં આવે', જાણો કોને આપ્યું નિવેદન?

પ્રશાંત ઢીવરે/સુરત: કતારગામ અકસ્માત મામલે સુરત મહાનગરપાલિકા નિંદ્રામાંથી જાગી છે. અકસ્માત બાદ મેયરનું અને સ્ટેડિંગ ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. હવેથી કોઈનો જીવ નહિ જાય તેવી કાર્યવાહી કરવામાં મનપા કરશે.લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવનારને હવે છોડવામાં આવશે નહિ. સિસ્ટમની ખામીને પણ દૂર કરવામાં આવશે. 

સુરત શહેરના કતારગામ જૂની જીઆઇડીસી ખાતે ગતરો સાંજના સમયે BRTS બસને અન્ય BRTS બસે પાછળથી અડફેટે બસની વચ્ચે રહેલા વાહન ચાલકોનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એકનું મોત નીપજ્યું હતું. BRTS બસમાં મુસાફરી કરી રહેલા લોકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવી બહાર નીકળી આવ્યા હતા. ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. BRTS બસમાં તોડફોડ કરી હતી. પોલીસને જાણ થતા સ્થળે દોડી આવી હતી અને મામલો શાંત પાડ્યો હતો. પોલીસને જાણ થતા સ્થળે દોડી આવી હતી મામલો શાંત પાડ્યો હતો. 

મહત્વની એ છે કે થોડા દિવસ પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા CT, BRTS બસના ચાલકો સાથે સંકલન કરી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલકોને પોતાની રફતાર પર કાબુ મેળવવા સૂચના અપાય હતી. તેમ છતાં ગતરોજ કતારગામમાં BRTSની બસની રફતારની અડફેટે 9 લોકોને અકસ્માત સર્જાયા હતો. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે સુરત મહાનગરપાલિકા હવે કાર્યવાહીના દાવા કરી રહી છે. મેયરનું અને સ્ટેડિંગ ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. હવે થી કોઈનો જીવ નહિ જાય તેવી કાર્યવાહી કરવામાં મનપા કરશે. લોકોને મોત ને ઘાટ ઉતારવામાં આવનારને હવે છોડવામાં આવશે નહિ. 

વધુમાં મેયરએ જણાવ્યું હતું કે સિસ્ટમ ની ખામી ને પણ દૂર કરવામાં આવશે. તમામ બસ ડ્રાઈવરના લાઇસન્સ ફરીથી ચેક કરવામાં આવશે. ડ્રાઈવરઓનું કાઉન્સિલિંગ કરવામાં આવનાર છે. હવેથી કોઈનો જીવ નહિ જાય તેવી કાર્યવાહી કરવામાં સુરત મહાનગરપાલિકાના મેયરે નિવેદન આપ્યું છે. સાથે જ અકસ્માત કરનાર ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોને મોત ને ઘાટ ઉતારવામાં આવનારને હવે છોડવામાં આવશે નહિ. સિસ્ટમની ખામીને પણ દૂર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા 4 વર્ષમાં BRTS બસની અડફેટે 54 અકસ્માતના બનાવ બન્યા છે. 18 લોકોના મોત નિપજ્યા છે. બસ ચાલકો ઉપર કડક કાર્યવાહીના કરવા મહાનગરપાલિકાએ દાવા કર્યા હતા. ત્યારે ફરી સુરત મહાનગરપાલિકા બસ ચાલકો પર કડકમાં કાર્યવાહી મેયર જણાવી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું છે કે આ નિવેદન માત્ર નિવેદન પૂરતું રહેશે કે પછી તેનું પાલન પણ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news