રાજ્યના સરકારી કર્મચારી પડતર પ્રશ્નો મુદ્દે શરૂ કરશે સોશિયલ મીડિયા અભિયાન, ટ્વિટર પર કરશે ટ્વીટ

રાજ્યના કર્મચારીઓના વિવિધ ૧૨ જેટલી પડતર માંગણીઓ છે, જેમાંથી ચાર માંગણીઓ મહત્વની છે. હવે કર્મચારી મંડળ દ્વારા પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવશે. 

રાજ્યના સરકારી કર્મચારી પડતર પ્રશ્નો મુદ્દે શરૂ કરશે સોશિયલ મીડિયા અભિયાન, ટ્વિટર પર કરશે ટ્વીટ

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠાઃ રાજ્યમાં કર્મચારીઓ આવતીકાલથી ચાર દિવસ ટ્વિટર પર સરકારને જાગૃત કરી પડતર પ્રશ્નોના નિકાલ માટેની માંગણી કરશે. તો રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો આ અભિયાનમાં જોડાશે.

રાજ્યના કર્મચારીઓના વિવિધ ૧૨ જેટલી પડતર માંગણીઓ છે, જેમાંથી ચાર માંગણીઓ મહત્વની છે. તો રાજ્યમાં સાડા ચાર લાખ કર્મચારીઓ છે. તો સાડા ચાર લાખથી વધુ પેન્શનરો છે. ત્યારે જેને લઈને હવે કર્મચારીઓ પડતર માંગણીઓ માટે સરકારમાં અત્યાર સુધી આવેદનપત્ર આપતા હતા. હવે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો શોશ્યલ મીડિયા એટલે કે ટ્વિટર પર સરકારને જાગૃત કરશે.

આવતીકાલ એટલે કે 16 ફેબ્રુઆરીથી ચાર દિવસ બપોરે 3થી 5ના સમયમાં રાજ્યમાં કર્મચારીઓ ટ્વિટર અભિયાન શરુ કરશે અને ટ્વીટ કરી પોતાના ચાર પડતર માંગણીના નિકાલ માંગ કરશે. તો ચાર દિવસ અલગ અલગ ચાર માંગણીઓને લઈને ટ્વિટર પર ટ્વીટ કરવા માટે અલગ-અલગ હેશટેગ પણ ગનાવ્યા છે. 

આ હેશટેગ સાથે કરશે ટ્વીટ
1-ફિક્સ પગારની પોલીસી મુદ્દે ફિક્સ પગારનો કેસ પરત લેવા અંગે તથા ફિક્સ પગારની શોષણભરી ગુલામી પ્રથા દૂર કરવા.

#withdraw_fixpaycase_farom_spremecort તથા #remove_fixpaypolicygogujarat

2.કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબના સાતમાં પગાર પંચના બાકી ભથ્થા સહિતના તમામ લાભો માટે
#release_7thpay_allowance_gogujarat

૩.કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબનું મોઘવારી ભથ્થું જાહેર કરવા માટે
#release_DA_gogujarat

4.નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે
#restore_OPS_gogujarat

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news