ગુજરાત સરકારે તલાટીઓની 50 ટકા જેટલી માંગણીનો કર્યો સ્વીકાર

બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીટિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કર્મચારીઓને પૂરતું પગાર ધોરણ મળે તે માટેની માગો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.
 

ગુજરાત સરકારે તલાટીઓની 50 ટકા જેટલી માંગણીનો કર્યો સ્વીકાર

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી પડતર રહેલી માગણીઓને લઈને તલાટીઓ ફરી હડતાલ પર ઉતરવાના હતા ત્યારે સરકારે તલાટીઓની 50 ટકા જેટલી મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. આ મામલે સરકારના મંત્રીઓ અને તલાટી મહામંડળના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.  

બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીટિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કર્મચારીઓને પૂરતું પગાર ધોરણ મળે તે માટેની માગો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. તલાટીઓની જે 3 શરત પરત ખેંચવાની તલાટીઓની માગ હતી તે ત્રણેય શરતો પરત ખેંચવામાં આવી છે. જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેની 4 ,5 અને 6 નંબરની શરતો દૂર કરવામાં આવી છે. 

મહત્વનું છે કે સરકારના આ નિર્ણયથી 12 હજાર તલાટી કમ મંત્રીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ તલાડી મહામંડળ સાથે સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે તલાટીઓની માગણીઓનો સ્વીકાર કરવાની ખાતરી આપતા તલાટીઓએ હડતાળ પરત ખેંચી હતી. જે બાદ સરકારે હવે તલાટીઓની માગણીઓનો સ્વીકાર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news