આજથી APL 1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ, આજે આ લોકોને મળશે અનાજ
APL 1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો ચણાની દાળ એમ કુલ 15 કિલો પુરવઠો કુટુંબ દીઠ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે.
Trending Photos
અમદાવાદ: આજથી APL 1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમનો કાર્ડનો છેલ્લો આંક 1 અને 2 છે તેમને તેમને તા.18મી મે, 3 અને 4 વાળાને 19મી મે, 5 અને 6 વાળાને તા. 20મી મે, 7 અને 8 વાળાને તા.21મી મે, 9 અને શૂન્યવાળાને તા.22મી મે તેમજ અન્ય જે કોઈ APL-1 કાર્ડ ધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમને તા. 23મી મે એ અમદાવાદ શહેરમાં અનાજ વિતરણ કરવામાં આવશે.
APL 1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો ચણાની દાળ એમ કુલ 15 કિલો પુરવઠો કુટુંબ દીઠ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી તકેદારી સાથે રાશન લોકોને આપી શકાય અને ગાઈનલાઈનનું પાલન થાય તે માટે દુકાનો પર એક શિક્ષક અને એક પોલીસજવાન પણ ઉપસ્થિત નજરે પડી રહ્યા છે. રાશન લેવા પહોંચનાર તમામ લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ સહિતની ગાઈડલાઈનનું પાલન કરતા નજરે પડ્યા હતા.
જેને અગાઉ એપ્રિલ માસમાં તા. 13 થી તા. 20મી સુધી વિના મૂલ્યે મફતમાં રાશન આપ્યું હતુ. એ જ રીતે ચાલુ માસમાં અંદાજે 750 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો પરથી પોતાનો જથ્થો મેળવી શકશે. તા. 18 થી તા. 23મી મે સુધી અંદાજે 4.50 લાખ લોકોએ તેનો લાભ મેળવશે. અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ માસમાં પણ APL-1 કાર્ડ ધરાવતા 4.70 લાખ કુટુંબોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો હતો. રાજ્યભરમાં APL-1 કેટેગરીમાં 61 લાખ કુટુંબોમાં અંદાજે 2.5 કરોડ લોકોનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેર સિવાય રાજ્યભરના NFSA કાર્ડ ધારકોને માટે રવિવાર તા. ૧7મી મેથી તા. ૨7મે સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો સસ્તા અનાજના દુકાનો ઉપર પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાશનકાર્ડનો છેલ્લો આંકડો ધરાવતા કાર્ડ ધારકોને અગાઉની સિસ્ટમ-વ્યવસ્થા મુજબ પ્રતિદિન તારીખ ૧7મી મે થી 26મી મે દરમિયાન અનાજ વિતરણ કરાશે.
જેનો રવિવારે સવારે 8:00 કલાકે થી સામાજિક અંતર સાથે પ્રારંભ કરાયો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વધારાના 3.5 કિલો ઘઉં તેમજ 2.5 કિલો ચોખા આ સાથે જ આપવામાં આવશે. જેમાં આજ સાંજ સુધીમાં સુધીમાં છ થી સાડા છ લાખ લોકો લાભ મેળવશે તેવું અનુમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે