મધ્યપ્રદેશથી ગુજરાત આવતી કારનો અકસ્માતમાં એવો ગૂંચડો વળ્યો કે, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા

છોટાઉદેપુરના સંખેડા પાસે મોડી રાત્રે અરેરાટીભર્યો અકસ્માત (Accident) સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતા ચાર લોકોના મોત નિપજ્યા છે. 
મધ્યપ્રદેશથી ગુજરાત આવતી કારનો અકસ્માતમાં એવો ગૂંચડો વળ્યો કે, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા

ઝી મીડિયા/બ્યૂરો :છોટાઉદેપુરના સંખેડા પાસે મોડી રાત્રે અરેરાટીભર્યો અકસ્માત (Accident) સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતા ચાર લોકોના મોત નિપજ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે સંખેડાના છુછાપુરા ગામ પાસે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ પાસિંગની (એમપી 10 સીએ 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર આવી રહી હતી. છુછાપુરા ખાતે આ કાર એસટી બસ સાથે અથડાઈ હતી. આ બસ (st bus) કાલાવાડથી છોટાઉદેપુર રુટની હતી. 

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારને ભારે નુકસાન થયુ હતું. રાતના અંધારામાં ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં સવાર ચારેય જણાને અંદર જ મોત મલ્યુ હતું. એટલુ જ નહિ, કારનો બૂકડો વળી ગયો હતો. જેથી મૃતદેહોને કારને તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામમા સ્થાનિકો પણ મદદે આગળ આવ્યા હતા. 

જોકે, બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. પરંતુ કારમાં સવાર પટેલ દિનેશભાઈ, ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર, રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર અને ગ્યારશીલાલના મોત નિપજ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news