ગુજરાતમાં નીકળી 1300 સરકારી નોકરી, જલ્દી કરો તમારી પાસે સમય ઓછો છે...

SSA Gujarat Recruitment 2022: ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાને પોતાની વેબસાઈટ પર ખાસ શિક્ષકો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ભરતી પ્રક્રિયામાં 1300 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી થવાની છે  

ગુજરાતમાં નીકળી 1300 સરકારી નોકરી, જલ્દી કરો તમારી પાસે સમય ઓછો છે...

SSA Gujarat Recruitment 2022: ગુજરાતમાં સરકારી નોકરની શોધ કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan) એ પોતાની વેબસાઈટ પર શિક્ષકના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ પર ભરતી માટે ઉમેદવારે (Candidates) ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને આવેદન કરવાનું રહેશે. 

તમને જણાવી દઈએ કે, આ ભરતી પ્રક્રિયા અંતર્ગત અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરના રોજ થઈ ગઈ છે. ગુજરાતમાં આ ભરતી પ્રક્રિયામાં અંદાજે 1300 પદ પર શિક્ષકોની ભરતી કરવામા આવશે. આ રહી ભરતી સંબંધિત તમામ માહિતી.

મહત્વની તારીખો

  • અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બર 2022
  • અરજી કરવાની અંતિમ તારીખ 1 ઓક્ટોબર, 2022 

અરજી કરવાની શૈક્ષણિક લાયકાત
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ બીએડ પાસ કે તેના સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

ઉંમર મર્યાદા
શિક્ષકોના પદ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 

પગાર
આ ભરતી અંતર્ગત એજ્યુકેટર, સ્પેશિયલ એજ્યુકેટરના પદ પર પસંદ કરાનાર ઉમેદવારોને પગાર તરીકે 15000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. 

આવી રીતે કરો અરજી

  • અરજી કરનારે સર્વ શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in જવું
  • તેના બાદ ભરતી વિભાગમાં જવું
  • તેના બાદ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરવું
  • આ બાદ જે પેજ ઓપન થાય તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી
  • આ તમામ માહિતીની પ્રિન્ટ લઈને ફોર્મ સબમિટ કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news