સાબરમતીને મેલી કરવાનું ષડયંત્ર, સાબરમતીના સંત પણ રડી પડે તેવી દશા કરી નાંખી, પર્યાવરણ દિવસ પર જુઓ સ્પેશિયલ રિપોર્ટ

Special Report On Polluted Sabarmati : સફાઈ માટે કરોડો રૂપિયાના ખર્ચ છતા સાબરમતી નદી પ્રદૂષિત, નદીનું પાણી કેટલી હદે પ્રદૂષિત છે, નદી કોના પાપે પ્રદૂષિત થાય છે, વિશ્વ પર્યાવરણ દિવસે જુઓ ZEE 24 કલાકનો ખાસ અહેવાલ 
 

સાબરમતીને મેલી કરવાનું ષડયંત્ર, સાબરમતીના સંત પણ રડી પડે તેવી દશા કરી નાંખી, પર્યાવરણ દિવસ પર જુઓ સ્પેશિયલ રિપોર્ટ

સપના શર્મા/અમદાવાદ :આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક એક એવી સચ્ચાઈ પરથી પડદો ઉઠાવી રહી છે જે જોઈને તમે બે ઘડી વિચારતા થઈ જશો કે જે નદીને સાફ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે એ જ નદીમાં તંત્રની નજર સામે કેવી રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જે નદી માટે ગુજરાત હાઈકોર્ટે તંત્રના કાન આમળ્યા અને નઘરોળ બાબુઓને ઢંઢોળ્યા તેમ છતાં નદીને કઈ રીતે ગંદી કરવામાં આવી રહી છે તે જુઓ. આ નદી છે અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી. જેની સાફ સફાઈના કોર્પોરેશનના દાવા પાછળની સચ્ચાઈ શું છે એ જુઓ. સાબરમતી નદીની જાળવણી એક ધરોહરની જેમ કરવી જરૂરી છે પરંતુ તંત્ર શું કરી રહ્યું છે એ જુઓ. અમે ઈચ્છીએ છીએ આ સચ્ચાઈ તમે પણ જુઓ અને તંત્ર પણ જુએ જેથી નઘરોળ પ્રશાસનની આંખો ખુલે... 

ગંદકીના ખેલની વાત કરીએ સ્ટોર્મ વોટર કનેક્શનથી. આમ તો આમાથી વરસાદી પાણીનો નિકાલ કરવમાં આવતો હોય છે. પરંતુ અહીં તો ભર ઉનાળે પણ આમાથી અવિરત પણે પાણીનો ધોધ વહે છે. જેથી ગટરના ગંદા પાણીનો હોય છે. વરસાદી પાણી માટેના સ્ટોર્મ વોટર કનેક્શનમાં ગટરનું કનેક્શન જોડી દેવામાં આવ્યું છે. જેથી ગટરનું ટ્રીટ કર્યા વગરનું પાણી સિદ્ધુ જ સાબરમતી નદીમાં ઠલવાય છે. ત્યારે સાબરમતી નદી માટે છેલ્લા 14 વર્ષથી કામ કરતા જતીન શેઠને સાથે રાખીને ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. જેમાં સામે આવેલી વિગતો જોઈને દરેક અમદાવાદી સ્તબ્ધ રહી જશે. જ્યારે અમે લિટ્મસ પેપરથી પાણીના પ્રદૂષણ વિષે જાણ્યું તો તેનું PH 7થી 8ની વચ્ચે આવ્યું. પરંતુ નદીમાં વરસાદી પાણીની લાઈનમાંથી ગટરનું પાણી આવી રહ્યું છે તે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. 

નદીને પ્રદૂષિત થતી રોકવા માટે હાઈકોર્ટે પણ સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. પરંતુ આ આદેશોને પણ મનપા ઘોળીને પી ગઈ છે. ઈન્દિરા બ્રિજથી રણમુક્તેશ્વર મંદિર પાસે સંખ્યાબંધ સોસાયટીઓનું ગટરનું ગંદુ પાણી નદીને પ્રદૂષિત કરી રહ્યું છે. જો કે તંત્ર પ્રદૂષણ અંગે લૂલો બચાવ કરી રહ્યું છે. તંત્રનો દાવો છે કે ઈન્દિરાનગર પાાસે નવા ડેવલોપ વિસ્તારમાં હજુ ગટર લાઈનો નાંખવાનું કામ બાકી હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે નવા વિસ્તારોમાં ગટર લાઈન નાખવાની બાકી હોય તો શું ગંદુ પાણી સીધું નદીમાં ઠાલવશો? શું આવી સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 5, 2022

કેવી રીતે સાબરમતી નદી થાય છે પ્રદૂષિત

  • ગટરનું ગંદુ પાણી સીધુ જ નદીમાં છોડવામાં આવે છે
  • વરસાદી પાણીના નિકાલની લાઈનમાં ગટરના પાણીનું જોડાણ
  • જ્યાં વરસાદી પાણી છોડવાનું હોય, તે લાઈનમાં ગટરનું પાણી છોડાય છે
  • ગટરનું પાણી ટ્રીટ કર્યા વગર જ સાબરમતી નદી ઠલવાય છે
  • નદીમાં વરસાદી પાણીની લાઈનમાંથી ગટરનું પાણી આવે છે
  • ઈન્દિરા બ્રિજથી રણમુક્તેશ્વર મંદિર સુધી ગંદકીનો ચાલે છે ખેલ
  • નવી સોસાયટીઓના ગંદા પાણીનો સાબરમતીમાં નિકાલ
  • ઔદ્યોગિક એકમોના ગંદા પાણી પણ નદીમાં છોડાય છે

આ પણ વાંચો : કાકા-ભત્રીજાને વાકું પડ્યું? નરેશ પટેલે કહી દીધું કે, આ હાર્દિકની ભૂલ છે...

શું છે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ? 

  • પ્રદૂષણ અંગે હાઈકોર્ટે જોઈન્ટ ટાસ્ક ફોર્સ નિમી હતી
  • જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા
  • અમદાવાદના 10માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધારવાની જરૂર
  • 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિયમ મુજબ કામ નથી કરતા
  • નદીમાં છોડાતાં ગટરના ગંદા પાણીનું પ્રમાણ વધ્યું
  • વરસાદી પાણીના નિકાલની લાઈનમાં ઉદ્યોગોના ગંદા પાણી છોડાય છે
  • ઔદ્યોગિક એકમોના ગંદા પાણીથી સાબરમતી થાય છે મેલી
  • પ્રદૂષણ અટકાવવા તંત્ર ખાસ એક્શન પ્લાન બનાવે

સાબરમતી માટે મનપાના દવા પોકળ નદી ન માત્ર આપણી લોકમાતા પણ તેના વગર આપણી સૃષ્ટિની કદાચ કલ્પના પણ ન કરી શકાય. આ માટે નદીની જાળવણી એક ધરોહરની જેમ કરવી જરૂરી છે. આ માટેની જવાબદારી સ્થાનિક પ્રસાશનની છે, પણ પ્રસાશન તે નિભાવવામાં નિષ્ફ્ળ ગયું હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સાબરમતીની આસપાસ દેખાઈ રહ્યા છે. પરંતુ એક જવાબદાર મીડિયા ચેનલ તરીકે પોતાની જવાબદારી સમજી ZEE 24 કલાકની ટીમે પ્રશાસનની આંખો ઉઘાડવાનો પ્રયત્ન કર્યો. સાબરમતી નદીના સ્ટોર્મ વોટર કનેક્શન કે જેમાંથી માત્ર વરસાદી પાણી સાબરમતીમાં જવું જોઈએ તેના ગટરના કનેક્શન જોડી દેવામાં આવ્યા છે. પરિણામે ભર ઉનાળે વરસાદી પાણીની લાઈનમાંથી ગટરનું પાણી ટ્રીટમેન્ટ વિના નદીના પાણીમાં ઠલવાઇ રહ્યા છે. 

હાઇકોર્ટમાં ચાલતી સાબરમતી સુઓમોટોમાં કોર્ટ મિત્ર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહેલા હેમાંગ શાહે ઝી 24 કલાકને જણાવ્યું કે, આ એક ક્રીમિલન ઓફેન્સ છે. જેની માટે સોસાયટી સામે કાયદાકીય પગલાં લેવાની જોગવાઈ છે. અને જો મનપા પોતાની ફરજ ન નિભાવે તો તેના અધિકારીઓ માટે પણ કાયદાકીય પગલાં લેવાશે. 

જો કે આ તમામ સમસ્યા સામે મનપા પોતાની કામગીરી કરતી હોય તેવા દાવાઓ કરે છે. પણ કામગીરીનું પરિણામ ક્યારેય આવતું નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને આ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે ઈન્દિરાનગર સરદાર નગર પાસે નવા ડેવલોપ થયેલા વિસ્તારમાં હજી ગટરની લાઈનો નાંખવામાં નથી આવી, એટલે આ સમસ્યા છે. જોકે ટૂંક સમયમાં આ કામગીરી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news