અમદાવાદમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મળી અફલાતુન ગિફ્ટ, આઇડિયા જાણીને કરશો સલામ

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અમદાવાદમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મળી અફલાતુન ગિફ્ટ, આઇડિયા જાણીને કરશો સલામ

અતુલ તિવારી/અમદાવાદ : આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. આ પરીક્ષા વખતે અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં આવેલી સાધના સ્કૂલમાં અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રસારને ધ્યાનમાં રાખીને પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસ હવે ભારતમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. ભારતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બુધવાર સુધી કોરોનાના તાજા 26 પોઝિટિવ મામલા સામે આવી ચુક્યા છે. તો હવે ગુજરાતના સુરતમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડફ્લોર પર વર્ગખંડની વ્યવસ્થા કરાઈ છે. તો પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રાખવાના આદેશ અપાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVના રેકોર્ડીંગ એકત્ર કરાશે. આ બોર્ડની પરીક્ષા 21 માર્ચના રોજ પૂર્ણ થશે. ગુજરાતના 10 જિલ્લામાં 45 સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અતિસંવેદનશીલ કેન્દ્રોમાં છોટાઉદેપુર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ અને બોટાદ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. પરીક્ષાઓમાં અનેક વાર ગેરરીતિ અને કોપીકેસની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક તકેદારીના પગલા પણ લેવાયા છે. એટલે કે વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ બ્લોક બહાર રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ બૂટ, ચપ્પલ અને મોજા પહેરીને પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news