AHMEDABAD માં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે PCB-AMC દ્વારા કરાઇ ખાસ વ્યવસ્થા
Trending Photos
અર્પણ કાયદાવાળા/અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. જેના કારણે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતમાં ખૂબ મોટો ઉછાળો આવવાના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજનની તંગી સર્જાઇ છે.
Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગાડીમાંથી દારૂના બદલે મળી લાખો રૂપિયાની નોટો અને પછી
જેની વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે મળીને ઔદ્યોગિક એકમોમાં ઓક્સિજનના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધને કારણે હાલ 1500 જેટલા ઓદ્યોગિક ઓક્સિજન સિલિન્ડરને મેડિકલ ઓક્સિજનના ઉપયોગ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખાસ વાંચજો, નહી તો ધક્કો થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી સાથે સંયુક્ત પ્રયાસ હાથધરી દરેક પ્રાઇવેટ હોસ્પિટલની પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરે છે. જેના ભાગરૂપે મેડિકલ ઓક્સિજનના પુરવઠાની બચત ન સર્જાય તે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી ઔદ્યોગિક હેતુ માટે વપરાતા ઓક્સિજનની પણ હાલ પૂરતા કામચલાઉ ધોરણે પ્રતિબંધિત કરી તેની મેડિકલ ઓક્સિજનમાં વાપરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરેલ છે. આ પ્રયાસને કારણે પ્રાઇવેટ હોસ્પિટલને ઓક્સિજન પૂરો પાડતાની આશરે 1000 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો મળી રહેશે. ઓક્સિજનના આ જથ્થાને કારણે ઓક્સિજનની ડિમાન્ડ વાળા આશરે 800 જેટલા પેશન્ટની ઓક્સિજન પૂરો પાડી શકાયેલ છે.
આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલ સાથે સંકલન કરી બીજા 550 જેટલા સિલિન્ડર પૂરા પાડવાની કામગીરી પણ હાલ પ્રગતિમાં છે. આ જ તો પૂરો પડાતા બીજા 400 જેટલા વધારે ઓક્સિજનની માંડવડા પેશન્ટનો સમાવેશ કરી શકાશે. મેડિકલ ઓક્સિજન સિલિન્ડર્સના સપ્લાયર અને રિટેલર્સ સાથે પ્રાઇવેટ હોસ્પિટલનું સંકલન અસરકારક રીતે કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના બિલ્ડીંગ ખાતે સેન્ટર કંટ્રોલરૂમ શરૂ કરાયેલ છે. આ ઉપરાંત જરૂરિયાતવાળી હોસ્પિટલની 50 જેટલા ઓક્સિજન સિલિન્ડર કરી આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાના વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે