સોખડા હરિધામ વિવાદ: 180 સંતોને સાંભળ્યા બાદ HCનો મહત્ત્વપૂર્ણ આદેશ, પ્રબોધ સ્વામીના હરિભક્તોએ ચૂકાદાને આવકાર્યો

વડોદરાના સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. 400 સાધુ સંતો વડોદરા કોર્ટથી વીડિયો કોન્ફરેન્સ મારફતે હાઈકોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસની ચેમ્બરમા બંધ બારણે સુનાવણી કરાઈ હતી.

સોખડા હરિધામ વિવાદ: 180 સંતોને સાંભળ્યા બાદ HCનો મહત્ત્વપૂર્ણ આદેશ, પ્રબોધ સ્વામીના હરિભક્તોએ ચૂકાદાને આવકાર્યો

ઝી ન્યૂઝ/વડોદરા: હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી હતી. સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા સાધ્વીઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પસમા રાખવા આદેશ કરાયો છે, જ્યારે પુરૂષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં, હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ પરત કરવા HCએ આદેશ આપ્યા છે. 
 
વડોદરાના સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. 400 સાધુ સંતો વડોદરા કોર્ટથી વીડિયો કોન્ફરેન્સ મારફતે હાઈકોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસની ચેમ્બરમા બંધ બારણે સુનાવણી કરાઈ હતી. આ દરમિયાન આશ્રમના વકીલ કહ્યું કે, આશ્રમમાં સાધુ સંતોને ગેરકાયદેસર રખાયા ન હતા. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હરિભક્તોએ માથા પર ગુલાબી સાફો પહેર્યો હતો. આ કેસમાં પ્રેમ સ્વરૂપ સ્વામી, સેક્રેટરી ત્યાગ વલ્લભસ્વામીનો ટ્રસ્ટની 10 હજાર કરોડની મિલકત હડપ કરવાના પ્રયાસનો આક્ષેપ કરાયો હતો. ત્યારે હાઈકોર્ટે આજે તમામ 400થી વધુ સાધુ સંતો અને હરિભક્તોને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટના ચુકાદાને પ્રબોધ સ્વામીના હરિભક્તોએ આવકર્યો
સોખડા સ્વામિનારાયણ વિવાદ મામલામાં હાઇકોર્ટના ચુકાદાને પ્રબોધ સ્વામીના હરિભક્તોએ આવકર્યો છે. હરિભક્તોએ જણાવ્યું હતું કે, પ્રબોધ સ્વામી જ્યાં પણ રહે તેનાથી હરિભક્તો ખુશ છે. સુરતમાં પ્રબોધ સ્વામીને આવકારવા માટે તૈયારી કરાઈ હતી. સત્યના પક્ષમાં ભવિષ્યમાં ચુકાદો આવે તેવી હરિભક્તોને આશા છે. પ્રબોધ સ્વામીના પક્ષમાં ચુકાદો આવે તેવી આશા હરિભક્તો રાખી રહ્યા છે. જ્યારે પ્રબોધ સ્વામી આવશે ત્યારે આજ પ્રકારે ઉત્સુકતાથી આવકારી સ્વાગત કરીશું. પ્રબોધ સ્વામી જ્યારે રહે ત્યાં અમારી હૈયે વસે છે. 

સોખડા હરિધામ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યા છે. આજે કુલ 180 સંતોને કોર્ટે સાંભળ્યા છે. ત્યારબાદ કોર્ટે નોંધ્યું હતું કે, આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા છે. એટલે પુરુષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવામાં આવે, જ્યારે મહિલા સાધ્વીઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરાયો છે. તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ તેમને પરત કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કોર્ટે પ્રેમસ્વરૂપદાસસ્વામી, ત્યાગવલ્લભસ્વામી અને જે.એમ.દવે ના પક્ષકારોને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો છે અને કહ્યું છે કે, જ્યાં સાધુ સંતો રાખવામાં આવ્યા છે ત્યાં પ્રવેશ કરવો નહીં. આ સમગ્ર મામલે સમાધાનનું વલણ રાખવા કોર્ટે સૂચન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ હવે તમામ ભક્તો ત્રિ-મંદિરમાં જાય તેવી શક્યતા છે. સાથે જ સુરતમાં પ્રબોધ સ્વામી નવા ફાંટાની જાહેરાત કરે તેવી વાત સામે આવી હતી. મહત્વનું છે કે, સોખડા મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ ચાલે છે. ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે હવે પ્રબોધ સ્વામીના જૂથે સોખડા મંદિર છોડ્યું છે.

હરિધામ સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ પેમ સ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રૂપમાં વહેંચાયું છે. હરિધામ સોખડાની રૂપિયા 10 હજાર કરોડની સંપત્તિનો વિવાદ અંતે હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે વડોદરાના SP ને કહ્યુ કે, બંધક બનાવેલા તમામ હરિભક્તો માટે બસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરાવીને આપો. આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોને પણ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી હાજર રહેવાનો આદેશ કરાયો હતો. તમને જણાવી દઈએ કે, સોખડા મંદિરમાં 130 સાધ્વીઓ અને 400 જેટલા સાધુ સંતો, હરિભક્તોને ગેરકાયદેસર બળજરીપૂર્વક ગોંધી રાખાનો આરોપ થયો.

આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી થઈ હતી. અરજી થતા હાઈકોર્ટે સામેના પક્ષના સાધુઓને નોટિસ ફટકારી છે. આજે બપોરે તમામ લોકોને વડોદરાની કોર્ટથી વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news