સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે SOG ને મળી મોટી સફળતા, 9 આરોપીઓની ધરપકડ

હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદર્થ પદાર્થ મોફાડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે

સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે SOG ને મળી મોટી સફળતા, 9 આરોપીઓની ધરપકડ

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે SOG ને મળી મોટી સફળતા. MD ડ્રગ્સ સાથે નવ આરોપીઓની ધરપકડ કરીને કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 10 સામે NDPS એક્ટ હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તો ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદર્થ પદાર્થ મોફાડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા પોલીસ પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોળ હાથ કરી છે. રાત્રી દરમિયાન બાતમીના આધારે સબજેલ આગળથી બે ઈસમો વાહન લઈને જુની સિવિલથી મહેતાપુરા જઈ રહ્યા હતા.

એસઓજીની ટીમ દ્રારા જીલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી ડ્યુએટ પર બેસેલ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચાલકના ખિસ્સામાંથી માદક પદાર્થ મેફાડ્રોન 35 ગ્રામનો જથ્થો મળી આવેલ જેની કિંમતી ૩,૫૦,૦૦૦ છે. તો ડીજીટલ વજન કાંટો પણ મળી આવ્યો હતો. SOG એ આરોપીઓની આકરી પુછપરછ કરતા હિમતનગરના સાત સહીત આઠ આરોપીઓના નામો ખુલ્યા હતા.

SOG એ ઝડપેલ આરોપીઓ પાસે 35 ગ્રામ ડ્રગ્સ સાથે બે ડીજીટલ ઈલેક્ટ્રીક વજન કાંટા, ત્રણ મોબાઈલ, અને એક હિરો કંપનીનું ડ્યુએટ પણ કબજે લઈને કુલ મળી 4 લાખ 700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપેલ આરોપીઓની આકરી પુછપરછ કરતા અન્ય આઠ આરોપીઓના નામ ખુલ્યા હતા જે પૈકી 9 જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે, તો રાજસ્થાનના કોટડા છાવણીના એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ડ્યુએટ પર ઝડપાયેલા બે આરોપીઓ પૂછપરછ દરમિયાન કબુલ કર્યું હતું કે, હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણે હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો. હિમતનગરમાં જુદા-જુદા ગ્રાહકો સોહિલ મોડાસીયા, નજફ સૈયફ, ટીલુબાપુ, શ્રીપાલસિંહ રાઠોડ, સૌરભ સુથાર, તથા અબ્રાર અહેમદે મંગાવ્યો હતો. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરી છે. જેને લઈને SOG ને પણ એક મોટી સફળતા મળતા 9 જેટલા આરોપી ઝડપી પાડ્યા છે. વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હામાં સંડાવેલ છે કે કેમ તો આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

ઝડપાયેલ આરોપી
૧. મોહમ્મદ કાબીલ ચોરવાલા, હિંમતનગર
૨. ક્રુણાલ રજનૂકાન્ત પંચાલ, હિંમતનગર
૩. મહંમદ રફીક ઉર્ફે લાલો મહંમદ હનિફ કુરેલી, હિંમતનગર
૪. સોહિલ સ્વાદ અહેમદ મોડાસીયા, હિંમતનગર
૫. નઝર ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ, હિંમતનગર
૬. જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢિયાર, હિંમતનગર
૭. શ્રીપાલસિંહ મુકેશ સિંહ રાઠોડ, હિંમતનગર
૮. સૌરભ દિનેશભાઈ સુથાર, હિંમતનગર
૯. અબ્રાર અબ્દુલ હકિમ પાંચભૈયા, હિંમતનગર

પકડવાનો બાકી
સમુનખાન પઠાણ રહે કોટડા છાવણી રાજસ્થાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news