ઔદ્યોગિક નગરીમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ! 19 લાખથી વધુની ચોરી કરી પલવારમાં ફરાર

રાજ્યમાં અવારનવાર તસ્કરોનો તરખાટ સામે આવતો હોય છે, ત્યારે ઔધોગિક નગરી વાપીમાં શહેરની વચ્ચોવચ એક ક્લિનિકને નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરોએ 19 લાખથી વધુની ચોરી કરી રફૂચક્કર થઈ ગયા હતા.

ઔદ્યોગિક નગરીમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ! 19 લાખથી વધુની ચોરી કરી પલવારમાં ફરાર

નિલેશ જોશી/વાપી: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે શહેરની મધ્યમાં વાહનો અને રાહદારીઓની અવરજવર વચ્ચે એક ક્લિનિકને નિશાન બનાવી રૂપિયા 19 લાખથી વધુની ચોરી કરી અને તસ્કરો પલવારમાં ફરાર થઈ ગયા હતા. 

જોકે ક્લિનિક પર પહોંચેલા તસ્કરો બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસ સરું કરી છે. બનાવની વિગત મુજબ વાપીના ગુંજન વિસ્તાર નજીક એક શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલા એક ક્લિનિક ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મુખ્ય રસ્તાની બાજુમાં જ આવેલા આ ક્લિનિક પર જ્યારે તસ્કરો પહોંચ્યા ત્યારે વાહનોની અને લોકોની સતત અવરજવર હતી. તેમ છતાં બેફામ બનેલા તસ્કરો બિન્દાસ રીતે ક્લિનિક સુધી પહોંચ્યા હતા.

શટર તોડી અંદરથી રૂપિયા 19 લાખથી વધુની ચોરી કરી અને પલવારમાં જ ફરાર થઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ક્લિનિકની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તપાસતા તસ્કરો કેમેરા માં કેદ થઈ ગયા હતા. આથી સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news