સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં મહિલા તબીબે ઉંઘની ગોળી ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસ

કામના ભારત અને માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હોય તેમ પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે. 

 સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં મહિલા તબીબે ઉંઘની ગોળી ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતઃ શહેરની સ્મીમેર હોસ્પિટલની રેસીડેન્ટ ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. આ મહિલા ડોક્ટરે ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં તેને સારવાર માટે આઈસીયુમાં ખસેડવામાં આવી છે. ક્યા કારણે આપઘાતનો પ્રયાસ કર્યો તે હાલ જાણવા મળ્યું નથી. 

કામના ભારણ અને માનસિક તણાવને કારણે ભર્યું આ પગલું
સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં 23 વર્ષીય મહિલા ડોક્ટર રહે છે. તે રેસીડેન્ટ ડોક્ટર તરીકે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ગઈકાલે તેણે ઉંઘની વધારે પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. સાથી કર્મચારીને આ જાણ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તે આઈસીસયુમાં સારવાર લઈ રહી છે. પ્રાથમિક વિગત અનુસાર તેણે માનસિક તણાવ અને કામના ભારણને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news