શું પીડિતોને મળશે ન્યાય? શ્રેય હોસ્પિટલ આગકાંડની તપાસ A ડિવિઝનના એસીપી મુકેશ પટેલ કરશે


અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાને કારણે 8 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ આગકાંડનો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે. 

શું પીડિતોને મળશે ન્યાય? શ્રેય હોસ્પિટલ આગકાંડની તપાસ A ડિવિઝનના એસીપી મુકેશ પટેલ કરશે

ઉદય રંજન, અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી. હવે આ તપાસ જે તે પોલીસ સ્ટેશનના એસીપી નહિ પણ તટસ્થ તપાસ થાય તે માટે અન્ય ડિવિઝનના એટલે કે A ડિવિઝનના એસીપી મુકેશ પટેલ કરશે. જોકે હજુય અનેક સવાલો કોર્પોરેશનની બેદરકારી અને ફાયર બ્રિગેડની બેદરકારી પર છે છતાંય પોલીસ આ બને વિભાગોને બચાવવા મેદાને પડી છે. 

શ્રેય હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આ મામલે પોલીસે અનેક દિવસો બાદ ફરિયાદ નોંધી છે. મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત કે જે અત્યાર સુધી નજરકેદ હતા તેમની સામે આઇપીસી 336, 337, 338 અને 304 અ મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરાશે. જોકે કોઈ કાચું ન કપાય તે માટે અન્ય ડિવિઝનના એસીપીને આ તપાસ સોપાઈ છે. અત્યાર સુધીની તપાસમાં એવું સામે આવ્યું છે કે ફાયર એસ્ટીગ્યુસર્સનો ઉપયોગ ફરજ પરના સ્ટાફે કર્યો ન હતો. કારણકે આ અંગેની તાલીમ તેઓને અપાઈ નહોતી. જે મુખ્ય સંચાલકની બેદરકારી પણ ગણી શકાય તેવુ માની પોલીસે ગુનો નોંધ્યો છે. ઉત્તર અને દક્ષિણ દીવાલે આવેલી દીવાલો ફિટ કરવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો અને ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું. ફાયર એલાર્મ પણ ન હોવાથી આગને કારણે લોકોના જીવ ગયા હતા. 86 ટકા હિસ્સો ભરત મહંત નો હોવાથી તેની સામે ગુનો નોંધાયો છે. 

- આગકાંડનું ઘૂંટાતું રહસ્ય
- શ્રેય હોસ્પિટલના એક માત્ર ટ્રસ્ટી વિરુદ્ધ શા માટે ગુનો નોંધાયો?
- શું અન્ય ટ્રસ્ટીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?
- 10 વર્ષથી ISO સર્ટિફાઇડ હોસ્પિટલ હોવા છતાંય ફાયર એન.ઓ.સી રીન્યુ ન થઈ તો કેમ ત્યારે જે તે વિભાગે કાર્યવાહી ન કરી?
- અનેક ત્રુટીઓ આ હોસ્પિટલમાં હતી તો કોવિડ 19 યુનિટ કેમ બનાવાયું?
- આ તમામ સવાલો એ.એમ.સી અને ફાયર બ્રિગેડ સામે છે છતાંય પોલીસ તે લોકોને બચાવવાના મૂડમાં લાગી રહી છે.

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ

પોલીસ દ્વારા અત્યારસુધી કરાયેલી તપાસમાં અનેક રિપોર્ટ તેઓએ મેળવ્યા છે. જેમાં એન.ઓ.સી રીન્યું નહિ થઈ હોવાથી માંડી અનેક ત્રુટીઓ આ હોસ્પિટલમાં હતી. તો પણ તેને ફાયર બ્રિગેડે કેમ ક્લીનચિટ આપી તે સવાલ છે. સાથે સાથે આ શંકાની સોય એ.એમ.સી. સામે પણ થઈ રહી છે. જોકે આ તમામ આક્ષેપો મૃતકના પરિવારજનો પણ કરે છે. છતાંય પોલીસ આ વિભાગોના ખોળામાં બેસીને તેઓને બચાવી રહી છે. ત્યારે આવો જોઈએ આ ઘટનામાં સિનિયર આઇપીએસ અધિકારી એવા ઝોન 1 ડીસીપી સરકારી જવાબો આપીને છટકી રહ્યા છે.

ત્યારે આ ઘટનામાં એક જ પરિવારના બે લોકોના મૃત્યુ નિપજયા હતા તેમના પરિવાર હવે ન્યાય અને મદદ માંગી રહ્યો છે. પરિવારના સભ્ય નું કહેવું છે કે અમુક વ્યવસ્થા ઘટના સમયે હોસ્પિટલને તેઓએ કરી આપી હતી. આટલું જ નહીં તેમના પરિવારનો એક દીકરો વિદેશથી અહીં આવી પણ નથી શકતો અને સરકાર આ બાબતે કઈ મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે. તો પરિવારજનોનો આક્ષેપ છે કે ડેડબોડીના સર્ટિફિકેટમાં કોરોનાથી મોત નીપજ્યું છે. જોકે આ દર્દીઓના મોત આગના કારણે થયા છે અને ઓન પેપર દર્શાવેલા આ કારણથી પરિવારને વિમા સાથે જ ખેતીને લગતા તમામ ફાયદાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે.

હાલ તો પોલીસે અલગ-અલગ કલમને આધારે ગુનો નોંધીને આરોપી ભરત મહંત સામે તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી ટ્રસ્ટીની કોર્પોરેશનના અને ઇલેક્ટ્રિસિટી વિભાગના જવાબદાર જે પણ અધિકારીઓ હોય તેમની સામે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જોકે છેલ્લા પાંચ દિવસથી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને ઠારવા માટે થઈને પોલીસ વિભાગ હવે કાયદાની આંટીઘૂંટીનો ઉપયોગ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોવિડ-19ના આઠ જેટલા દર્દીઓના અકાળે મૃત્યુ નિપજ્યા છે. ત્યારે તેઓની આત્માની શાંતિ માટે થઈને પણ સરકાર કોઈ પગલાં ભરવાની જગ્યાએ સર્જાયેલા સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી ફેરવવાના પ્રયાસ કરી રહી છે કે શુ તે સવાલ થઈ રહ્યા છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news